________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ના પડે. ‘મને સ્વસંવેદન છે' એવુંય બોલવું ના પડે. ‘અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, હું મોક્ષસ્વરૂપ છું’ એવુંય બોલવું ના પડે. દેહ છે તેથી તેના આધારે સ્વસંવેદન કહીએ છીએ.
૪૮
પહેલું જાણપણું એ અસર, પછી સંવેદત એ અનુભવ પ્રશ્નકર્તા ઃ અસર અને સંવેદન કોને કહેવાય ?
દાદાશ્રી : અસર એ જાણપણું છે અને સંવેદન એ અનુભવ છે. તે શેના જેવું ? આપણે સાકર ગળી છે, એમ જાણીએ એ અસર છે અને એ ખાધી એ એનું સંવેદન છે. ખાય ત્યારે સંવેદન થાયને ? સાકર ખાય એટલે ખબર પડેને કેવી છે ? સાકર ખાય એટલે એનું વેદન થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા ઃ અનુભવેલાનો અનુભવ એને સંવેદન કહેવાય ?
દાદાશ્રી : હા, એ અનુભવ જ થઈ ગયો. સાકર ખાધી એટલે સાકર શું છે એનો અનુભવ થયો, નહીં તો સાકર ગળી છે એમ બોલવાથી અનુભવ થાય નહીં.
પ્રશ્નકર્તા ઃ આ જ્ઞાનનું પણ એવું જ ને, જ્ઞાનની અસર ને જ્ઞાનનું સંવેદન ?
દાદાશ્રી : હા, બરોબર છે. એની અસર ને પછી વેદન.
વેદના વખતે બોલવું નિર્વેદ, પછી જાણ્યા જ કરે એ સ્વસંવેદન
પ્રશ્નકર્તા : દાદા, એ માટે પેલી મચ્છરવાળી વાત કરો.
દાદાશ્રી : હા, આમ તમે બેઠા હોય અને અહીં હાથ ઉપર મચ્છર બેઠું. એટલે બેઠું એ તમને પહેલો અનુભવ થાય, એ તમને જાણપણું થાય. તે ઘડીએ જાણપણું હોય છે કે વેદકપણું હોય છે, બેઠું તે ઘડીએ ?
પ્રશ્નકર્તા : બેઠું હોય તે વખતે તો જાણપણું જ થાય.
દાદાશ્રી : હા, પછી એ ડંખ મારે છે તે ઘડીએ પણ જાણપણું છે કે મને કૈડ્યું મચ્છરું. આ મને એટલે વેદક. જો વેદક થાય, અને આપણે