________________
[૪.૨] અસ્પષ્ટ વેદન - સ્પષ્ટ વેદન
પપ
આ અસ્પષ્ટ તો આપેલું છે ને, એ કંઈ તમારું કમાયેલું છે? ધીમે ધીમે કમાણી ભેગી કરવાની છે. જાતે કમાયેલા નહીંને ! જાતે રસ્તેસર આવ્યો હોય ? અમે રસ્તેસર ગયેલા.
વર્લ્ડમાં અસ્પષ્ટ વેદન કોઈનેય હોય નહીં. અસ્પષ્ટ વેદનમાં આવ્યો એટલે તે સ્પષ્ટ વેદનમાં ટૂંક સમયમાં આવવાનો જ. આખું જગત આત્મા સંબંધી શંકાશીલ છે, જ્યારે તમને એનું વેદન છે.
અસ્પષ્ટ વેદના અને સ્પષ્ટ વેદનમાં બહુ ડિફરન્સ નથી. દુકાન માંડી તે પછી આવક ચાલુ થવાને શું વાર ? ચાર કલાકની જ. મહાવીર ભગવાન બત્રીસમે વરસે જે અનુભવતા હતા, તે તમને આપ્યું છે અને તમે તે અનુભવો છો. દર્શન તિરાવરણ થતા થયું અસ્પષ્ટ, અજ્ઞાત' થતા થશે સ્પષ્ટ
પ્રશ્નકર્તા ઃ અમને સ્પષ્ટ વેદન ક્યારે થાય ?
દાદાશ્રી : બહાર દર્શનમાં બધું તમને આવી ગયું છે, પણ રૂપકમાં નથી આવ્યું અને રૂપકમાં આવે ત્યારે સ્પષ્ટ વેદના થાય. અમુક ભાગ રૂપકમાં આવી ગયો, પણ આ ધંધા-રોજગાર, બીજા બધામાંથી સમજથી છૂટી ગયા છીએ પણ જ્ઞાનથી છૂટ્યા નથી. એટલે જ્ઞાનથી છૂટે ત્યારે સ્પષ્ટ વેદન થાય. હવે ધીમે ધીમે આજ્ઞા પાળશોને, તેમ સ્પષ્ટ વેદન ભણી જશે !
- હવે અમે કહીએને એ પ્રમાણે આ બધું સત્સંગ કરતા કરતા સ્પષ્ટ વેદન, ધીમે ધીમે, અંશે અંશે પ્રગટ થતું જાય. એ સ્પષ્ટ વેદના થાય એ બીજો પાયો, પછી ત્રીજો પાયો કેવળજ્ઞાન, સયોગી કેવળી. તે બધું જ દેખાડે.
પ્રશ્નકર્તા : લોકાલોક.
દાદાશ્રી : લોકાલોક. અત્યારે લોકાલોક અમને સમજાયું ખરું, પણ રૂપકમાં ના આવે. એટલે કેવળદર્શનમાં ખરું અને ભગવાનને કેવળજ્ઞાનમાં વર્ત એ ત્રીજો પાયો અને ચોથો પાયો અયોગી તો એક ક્ષણે એને ટાઈમ જ નથી. એક ક્ષણવારનો ટાઈમ છે. એટલે ત્રીજો પાયો ઠેઠ સુધી રહે છે.