________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ના થાય. પેલી ભૂલ થાય તો ઉપરી હોય. આ તમારે બધાને હજુ અમુક ભૂલો થાય છે એટલે હું ઉપરી તરીકે છું. પણ એ ભૂલો થાય નહીં, તો ત્યાં સ્પષ્ટ વેદન થયું હશે. અને તે પેલા દેખાડે પછી, મારી જગ્યાએ પેલા આવી જાય. અને પેલી બધી ભૂલો થઈ રહી એટલે તમે ને એ એક જ. ભૂલ દેખાડનાર અને ભૂલના કરનાર, એ એક થઈ જાય. ઉકેલ તો લાવવો પડશેને કે નહીં ?
૬૦
પ્રશ્નકર્તા : દાદા, એની એ જ વાત આપ ફરી જ્યારે કહો છો ત્યારે એનો વળી વધુ ઉઘાડ નીકળે છે.
દાદાશ્રી : એ પેલું એક આવરણ તૂટે, પછી બીજું તૂટે. તે આ બધી પડવાળી ચીજને ! તે પડ તૂટતા જાય એમ વધારે સમજાતું જાય. જ્યારે પૂરું સમજાય ત્યારે એને પ્રકાશ થશે એનો.
ફાઈલો-કર્મો ખપે મહાત્માતે થશે સ્પષ્ટ વેદત
પ્રશ્નકર્તા : દાદા, આપણા જ્ઞાન પછી મહાત્માઓને એટલી ખબર પડી કે આત્મા અનંત સુખનું ધામ છે. હવે એ જે સ્પષ્ટ વેદન અનુભવમાં આવવું જોઈએ, ત્યાં બાધક કારણ કયું છે ?
દાદાશ્રી : એ વેદનમાં બાધક કારણ ફાઈલોનું બહુ જોર છે. એ ફાઈલોનું જોર જો વધારે ના રહે તો અનુભવ વધતો જાય.
એવું છે ને, કોઈ બપોરે દોઢ વાગે કહે કે ‘મારે બહાર જવામાં શું હરકત છે ?’ ત્યારે કહે, ‘ભઈ, અત્યારે દોઢ વાગ્યો છે. પાંચ વાગે જજેને, નહીં તો અકળામણમાં દમ નીકળી જશે તારો !' એટલે આ ફાઈલોનું જોર છે ને, તેને લીધે બધું આમ થયા કરે. ફાઈલો ઓછી થશે એટલે એની મેળે જ ફેર પડશે. ફાઈલો ઓછી થાયને એવું કરો, પાંચ આજ્ઞા પાળો. બસ એટલું જ કરવાનું, બીજું કરવાનું છે નહીં.
આ બધી ફાઈલો ઓછી થશેને, પછી તો આનંદ માશે નહીં. આનંદ ઊભરાશે ને પાડોશવાળાનેય લાભ થશે. કારણ કે કોઈ પણ વસ્તુ ઊભરાય એટલે બહાર નીકળે ને બહાર નીકળે એ બીજાને કામ લાગે. તે પાડોશીનેય