________________
૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
નથી, નહીં તો આખો દહાડો કષાય હોય. પાંચ મહાવ્રત છે આ તો. ઓહોહો ! આ તો મોટો અનુભવ !
પ્રશ્નકર્તા: દાદા, એમાં તો કોઈ શંકા જ નથી.
દાદાશ્રી: ના, એમ નહીં. આ કંઈ દેહનો અનુભવ નથી. દેહાધ્યાસ હોય આ. આ તો મોટામાં મોટો અનુભવ, નિરંતર આત્મા જુદો એવો અનુભવ.
અસ્પષ્ટ વેદન, “હું કર્તા નથી” એવું ભાન થાય એને અને હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું ને અનંત શક્તિવાળો છું” એવું પોતાનું ભાન થાય. “હું ચંદુલાલ છું એ ભાન તૂટી જાય અને પછી “હું શુદ્ધાત્મા છું' એવું પોતાને ભાન થાય પણ અસ્પષ્ટ કહેવાય. અસ્પષ્ટ એટલે તદન છૂટો નહીં, તન્મયાકાર ! હવે આટલું જ થવું બહુ છે. આનો એક આની ભાગ કોઈ અવતારમાં થયો નથીને ! કોઈનેય થયો નથી ! આ જે તમને મળ્યું છે એનો એક આનીય કોઈને મળે તો એને સમકિત કહેવાય. આ તો અજાયબ પદ મળ્યું છે ! પણ આ પદને ભોગવતા આવડવું જોઈએને તમને ! આ તો પેલું સહેલું મળી જાયને, એટલે વાત સમજાય નહીં.
સત્સંગ-આજ્ઞા એ સ્પષ્ટ વેદત પ્રાપ્તિના ઉપાય
પ્રશ્નકર્તા : આ સ્પષ્ટ વેદન તરફ ધીમે ધીમે આગળ વધાય એના માટે મહાત્માએ કેવો પુરુષાર્થ કરવો?
દાદાશ્રી : આ સત્સંગમાં રહેવાથી. સત્સંગમાં રહેવાથી વ્યવહાર ગુંઠાણું ઊંચું જતું જાય દહાડે દહાડે, એને સ્પષ્ટ વેદન બંધાય. અહીં સત્સંગમાં પડી રહેવાથી, આજ્ઞામાં રહેવાથી ગુંઠાણું ઊંચું જતું જાય. કર્મો બધા ઓછા થઈ જાય દહાડે દહાડે. જે વાસણ ખાલી કરવા માંડ્યું એ વાસણ ખાલી થઈ જાયને ! ભલેને ચમચે ચમચે ઘી આપતો હોય પણ વાસણ તો ખાલી થઈ જાયને ! કર્મની નિર્જરાઓ થયા કરે તેમ તેમ હલકો થતો જાય. આ કાળે સ્પષ્ટ વેદન સુધી પહોંચી શકાય એમ છે.
આ તો અક્રમ એટલે કર્મ ખપાવ્યા સિવાય આત્મા પ્રાપ્ત થયો. પેલું