________________
૫૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા: આ એનો બીજો કોઈ દાખલો આપોને, જેથી સમજાય કે આત્માનું અસ્પષ્ટ વેદના અને સ્પષ્ટ વેદન કોને કહી શકાય ?
દાદાશ્રી : સ્પષ્ટ વેદન એટલે આ ફૂલા અમને અડીને હોય તો અમને સુગંધય આવે ને સ્પર્શય રહે, જ્યારે અસ્પષ્ટ વેદનમાં ફૂલા છેટે હોય, તે સ્પર્શ ના હોય પણ સુગંધ હોય. અત્તરની ગંધ આવે છતાં અત્તર દેખાય નહીં તે અસ્પષ્ટ વેદના અને અત્તર દેખાય ને સુગંધી પણ આવે તે સ્પષ્ટ વેદન.
અંધારામાં પેલો કહે કે લ્યો પ્રસાદ. તે મોઢામાં આટલો શ્રીખંડ મૂકીએ, એ અંધારામાં પછી એમાં શું શું છે, એને વર્ણન કરે ના કરે ? આપણે પૂછીએ કે આ શું હતું મોઢામાં ? ત્યારે કહે, શ્રીખંડ છે. કેવો લાગ્યો ? તો કહે, દહીં ગંધાય છે. અહીં શું હતું? મહીં ચારોળી છે, પિસ્તા છે, બદામ પણ છે, બધું વિગતવાર કહે. સ્પષ્ટ વેદન એ છે, નહીં તો મેળ પડે નહીં.
પ્રશ્નકર્તા: આ સ્પષ્ટ વેદનનો આપે જે દાખલો આપ્યો એ બરાબર છે પણ સહેજે એનો જે અનુભવ છે, એનું વર્ણન શબ્દમાં થઈ શકે ખરું?
દાદાશ્રી : એ તો જેટલું શબ્દોમાં ઊતરે એટલું થાય, બીજું કહેવાય નહીંને ! આત્માનું કોઈ પણ શબ્દથી વર્ણન હોતું જ નથી, કારણ કે પોતે જ અવર્ણનીય છે અને અવક્તવ્ય છે. શબ્દ જોડે એને જંજાળ જ નથી કોઈ. ત્યાં શબ્દ પહોંચી શકતો જ નથી. શબ્દ ત્યાં અડી શકતો જ નથી, શબ્દાતીત'.
મહાત્માને અસ્પષ્ટ વેદત, દાદાને સ્પષ્ટ વેદત
અસ્પષ્ટ વેદન તે પહેલું શુક્લધ્યાન, સ્પષ્ટ વેદન પણ બધાય જોયો ના ઝળકે તે બીજું શુક્લધ્યાન, ને કેવળજ્ઞાન સર્વે જ્ઞયો ઝળકે તે ત્રીજું શુક્લધ્યાન અને ચોથું મોક્ષ, એવી રીતે આ બધા ધ્યાન છે ભગવાનના. ભગવાને કેવી શોધખોળ કરી છે, કે બધા પાયા-બાયા સાથે મૂકીને ગયા છે !
મહાત્માને આ જ્ઞાન પછી આત્મા પ્રાપ્ત થયો તે જાણી શકાતો નથી, પણ ભાસ્યમાન થયો છે અને દર્શન કહ્યું, સમકિત કહ્યું. ભાસ્યમાન તે અસ્પષ્ટ વેદના અને આ અમને છે એ સ્પષ્ટ વેદન.