________________
૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આપણને બહુ ઠંડક લાગે. એ તો કેવળજ્ઞાનની ઠંડક કહેવાય. કોઈ-કોઈ મહાત્મા કેવળજ્ઞાનની ઠંડક અનુભવી શકે. આપણા ઘણા મહાત્માઓ તો ઘણીવારે મહીં એવી ક્ષણો ઊભી થાય ત્યારે હું કેવળજ્ઞાન સ્વરૂપ છું એવું હઉ બોલે. એવું બોલી શકે છે, કારણ કે અમુક સમયે કેવળજ્ઞાન સ્વરૂપ થાય છે માણસ. અંશ-અંશ ભાગ ઉત્પન્ન થયેલો છે. હવે મહીં જેમ જેમ આ દેવા પતશે ને ઓવરડાફટ લીધેલાને, તે બધા જેટલા પતશે એમ એમ આ બધું સમજાશે.
સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા તો થયા છે બધા, પણ નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કેવળજ્ઞાની.
એ તો એવું છેને કે જ્ઞાતા-દ્રષ્ટા સંપૂર્ણપણે રહે તે કેવળજ્ઞાની. પણ અંશે રહેને, તે થોડે થોડે અંશે વધતું જાય. જેમ જેમ પેલા કર્મોનો નિકાલ થતો જાય, તેમ તેમ પેલું વધતું જાય. એટલે એમાં કશો ડખો છે નહીં. રસ્તો જ એ છે, હાઈવે જ એ છે. જેમ જેમ આ ફાઈલો ઓછી થતી જાય, તેમ તેમ જ્ઞાતા-દ્રષ્ટાપણાનું પ્રમાણ વધતું જાય. તે વધતું વધતું કેવળજ્ઞાને પહોંચે, એકદમ થાય નહીં.
સર્વથા તિજ પરિણતિ એ કેવળજ્ઞાત સ્વરૂપ કેવળજ્ઞાનનું સ્વરૂપ તેને જ કહેવામાં આવે છે કે પુદ્ગલ પરિણતિ બંધ થાય. કોઈ પણ જાતની પુદ્ગલ રમણતા નહીં, નિરંતર પોતાની સ્વાભાવિક રમણતા, સ્વભાવની, આત્માની જ નિરંતર રમણતા. પુદ્ગલની સહેજપણ રમણતા નહીં એ કેવળજ્ઞાન છે. એ કેવળજ્ઞાનથી બધું જ એ જોઈ શકે. પુદ્ગલની રમણતા બિલકુલ હોય જ નહીં એમાં. જ્યાં સુધી પુદ્ગલની થોડી ઘણી રમણતા છે, ત્યાં સુધી કેવળજ્ઞાન થયું નથી પણ કેવળદર્શન હોય. કેવળદર્શન હોઈ શકે.
સર્વથા નિજ પરિણતિને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. અત્યારે કેવળદર્શનમાં નિજ પરિણતિ ઉત્પન્ન થઈ છે. એ કેવળજ્ઞાનમાં સંપૂર્ણ થશે. નિજ પરિણતિ ઉત્પન્ન થયેલી છે, તે ક્રમે ક્રમે વધ્યા કરશે અને કેવળજ્ઞાન સ્વરૂપમાં પરિણમશે. નિજ પરિણતિ એ આત્મભાવના છે, “હું શુદ્ધાત્મા' એ આત્મભાવના નથી.