________________
[૧૨]. વિજ્ઞાન સ્વરૂપ - વિજ્ઞાનઘત
વિજ્ઞાત જ્ઞાત એ જ આત્મા પ્રશ્નકર્તા ઃ આપણા શાસ્ત્રમાં વિજ્ઞાનને “આત્મા’ કહ્યો છે, વિજ્ઞાન અનંતમ્, જ્ઞાનમ્ વિજ્ઞાનમ્ બ્રહ્મ.” તો વિજ્ઞાન એટલે શું ?
દાદાશ્રી આત્મા એ જ વિજ્ઞાનસ્વરૂપ છે. એનું સ્વરૂપ જ વિજ્ઞાન છે અને આ રિલેટિવ જ્ઞાન, એ તો બધું પ્રકૃતિનું જ્ઞાન હોય, આત્માનું જ્ઞાન ના હોય, આત્માનું વિજ્ઞાન છે. જેટલું રિલેટિવ જ્ઞાન છે તે પ્રકૃતિને લાગેવળગે. પ્રકૃતિના ગુણો, ધર્મ બધું એની વાતચીત કરવા માટેનું છે અને તે જ્ઞાન એ બુદ્ધિ છે. એ જ્ઞાનથી બુદ્ધિ ઊભી થાય. એ જ્ઞાન અમારામાં નહીં એટલે અમારામાં બુદ્ધિ ખલાસ થઈ ગયેલી છે. અમારામાં વિજ્ઞાન એટલે બુદ્ધિ નહીં, બુદ્ધિ ખલાસ થઈ ગયેલી અને બુદ્ધિ એ એન્ડ (અંત)વાળી વસ્તુ છે.
પ્રશ્નકર્તા ઃ બુદ્ધિ ખલાસ થઈ જાય ?
દાદાશ્રી : હંઅ. એની બિગિનિંગ છે, એનો એન્ડ છે. વિજ્ઞાનનું બિગિનિંગ (શરૂઆત) પણ નથી, એને (અંતે)ય નથી.
પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે આત્મા નહીં ? તો આત્માને જ્ઞાનનો પીંડા કહેવામાં આવે છે ને, દાદા ?