________________
૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-)
પ્રશ્નકર્તા: અને એમ કરતા કરતા વિશુદ્ધતા એટલી બધી થઈ જાય કે પછી પરિણતિઓ બધી વિશુદ્ધ રહે ?
દાદાશ્રી: હા, એ પરિણતિઓ બધી શુદ્ધ થઈને ચાલી જાય. આપણી પરિણતિ આપણી પાસે શુદ્ધ થઈને રહે અને આપણેય શુદ્ધ થઈને રહીએ.
ફેર, દાદા અને સીમંધર સ્વામીના વિશુદ્ધાત્મામાં
આ અમે શુક્લધ્યાનના બીજા પાયામાં છીએ ને તમને પહેલા પાયામાં બેસાડ્યા છે. તેથી કવિ લખે છે કે દાદા વિશુદ્ધ હૃદયી છે.
પ્રશ્નકર્તા હવે આ મારો આત્મા છે એ કર્મોથી થોડોક આવરાયેલો છે અને એ શુદ્ધ થતો જાય છે. સમજો કે દાદાનો આત્મા કમ્પ્લીટલી વિશુદ્ધ જ બની ગયો છે. હવે જેવો દાદાનો આત્મા વિશુદ્ધ છે એવો જ સીમંધર સ્વામીનો હોયને ? એમનામાં ને આપનામાં શું ફેર ?
દાદાશ્રી : એમનો બિલકુલ ચોખ્ખો, બિલકુલ પ્યૉર. ફેર આ પેલી ચાર ડિગ્રી ઓછી ને એના બધા આવરણો. તેના આ ઝોકા વાગેને ! આ અરધો કલાક અમારે (બીજો) જે જાય, આમ સત્સંગ માટે અમે બોલીએ, અત્યારે બોલીએ તે ખોટું નહીં. પણ બીજી આ વ્યવહારિક વાતો, શીંગો કેમ લાવ્યા ને ફલાણું કેમ લાવ્યા ને કેમ તમારે ના ખાવું જોઈએ, આવી બધી વાતો. હવે આ ચારિત્રમોહ છે, એ જ આવરણ છે. એ એમને ના
હોય.
પ્રશ્નકર્તા: એમને કમ્પ્લીટલી ક્લિયર !
દાદાશ્રી : એમને કમ્પ્લીટલી ક્લિયર, બહુ ક્લિયર. જગત આખું આફરીન થઈ જાય એવું ક્લિયર. ત્યારે વાણીયે એવી નીકળે. જેટલું ક્લિયરન્સ એવી વાણી ક્લિયર, બસ એટલો નિયમ.