________________
[૩] સચ્ચિદાનંદ સ્વરૂપ
૪૧
ગમતી હોય તેમાં સુખ ના લાગે. બાકી જલેબીમાં સુખ છે એવી બધી ખોટી વાત છે. રૂપિયામાં સુખ છે કે સોનામાં સુખ છે એ વાતો લોકોની ખોટી છે. કારણ કે કેટલાય સોનું લે નહીં એવા માણસો હોય છે. નથી હોતા? અત્યારે મને કશું આપે તો હું સ્વીકાર કરું નહીં. સોનું આપે, કે ગમે એટલી ચાંદી આપે તે માટે કામનું નહીંને ! અપાર સુખમાં હું રહેતો હોઉ તો આ બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટને મારે શું કામ છે તે ?
સનાતન આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ મહીં પ્રશ્નકર્તા: સનાતન સુખ અને આનંદ, એનો પરિભાષામાં કંઈક ફેર ખરો કે એક જ ?
દાદાશ્રી : એ એક જ વસ્તુ છે છતાં પણ આનંદ બે પ્રકારના હોય છે; એક તો સનાતન આનંદ અને બીજો, તિરોભાવી આનંદ. એટલે આનંદ બે જગ્યાએ વપરાય છે. માટે તિરોભાવી આનંદ કરતા સનાતન સુખ ઊંચી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : એટલે સચ્ચિદાનંદમાં જે આનંદ છે તે સનાતન આનંદ
છે ?
દાદાશ્રી : એ જ સનાતન આનંદ છે. પોતાનો સ્વભાવ જ આનંદનો
જેનું ચિત્ત નિરંતર આત્મામાં રહે છે એ સચ્ચિદાનંદ પ્રશ્નકર્તા: સચ્ચિદાનંદ સ્વરૂપ કોને કહેવાય ?
દાદાશ્રી : આ જોઈ લો સચ્ચિદાનંદ ! સચ્ચિદાનંદ ! આ સચ્ચિદાનંદ મુક્ત હાસ્યથી માલૂમ પડે. હાસ્ય વિધાઉટ એની ટેન્શન, ત્યાં સચ્ચિદાનંદ પ્રગટ ! સમજાય છે તમને ?
પ્રશ્નકર્તા: કો'ક વિરલ જ સાચા સચ્ચિદાનંદવાળા હોય !
દાદાશ્રી : સાચા સચ્ચિદાનંદવાળા તો કોક, વર્લ્ડમાં એકાદ હોય, બેય હોય નહીં. અજોડ હોય, એની જોડ ના હોય. એટલે મુક્ત હાસ્ય એ