________________
[૧૨] વિજ્ઞાન સ્વરૂપ - વિજ્ઞાનઘન
૨ ૫
આત્માતા અનંત પ્રદેશોનો અનુભવ એ જ વિજ્ઞાતધત પ્રશ્નકર્તા: તો અમારે હવે જ્ઞાનનું અવલંબન કયું?
દાદાશ્રી : જ્ઞાનનું અવલંબન એટલે પાંચ આજ્ઞાનું અવલંબન. બાકી મૂળ જ્ઞાન એ જ આત્મા છે, એને વિજ્ઞાનસ્વરૂપ કહેવાય. જ્યારે સંપૂર્ણ દશા એ વિજ્ઞાનસ્વરૂપ કહેવાય.
“જ્ઞાની” એ તો સાધનસ્વરૂપ છે, સાધ્ય “વિજ્ઞાનસ્વરૂપ આત્મા છે ! વિજ્ઞાન એ જ ચેતન. ચેતન તો આખુંયે અનુભવનું ઘન સ્વરૂપ કહેવાય અને વિજ્ઞાનઘન એ જ ચેતન.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં અનુભવ સાથેનું જ્ઞાન અને વિજ્ઞાન કહેવાય ?
દાદાશ્રી : ના, વિજ્ઞાન એટલે તમામ અનુભવોનું ઘનસ્વરૂપ. આત્માના તમામે તમામ પ્રદેશનો અનુભવ એ જ વિજ્ઞાનઘન.
પ્રશ્નકર્તા: આ લોકો વિજ્ઞાન એ જ ચેતનને કેમ કરીને એક્સેપ્ટ કરશે ?
દાદાશ્રી : આ વિજ્ઞાનઘન એ જ ચેતન. વિજ્ઞાન આત્મા એ જ ચેતન. આત્મા શબ્દ ના લખે તો ચાલે. પણ વિજ્ઞાન એવું એકલું લખીએ તો પેલું કંઈ આવી બેસી જાય. લોકો વિજ્ઞાન આત્માને બદલે પેલું ભૌતિક વિજ્ઞાન ઘાલી દે. એટલા માટે “વિજ્ઞાન આત્મા’ કહ્યું. વિજ્ઞાનમય ચેતન છે અને તે ચેતન અમે જોયેલું છે.
વિજ્ઞાનઘન આત્મા બસ. તમામ અનુભવનું ઘનસ્વરૂપ. આ વ્યવહાર જ્ઞાન બુદ્ધિમાં જાય ને વિજ્ઞાન પોતાના જ્ઞાનમાં જાય.
પ્રશ્નકર્તા તમામ અનુભવોનું સ્વરૂપ એ વિજ્ઞાન કહ્યું, તો તમામ અનુભવો એટલે કેવી રીતનું ?
દાદાશ્રી : આ નાનું છોકરું નાનપણમાં દેવતાને આમ આમ કરતું હોય, સળી કરતું હોય, ત્યારે આપણે આમ જરા અડાડીએને, એટલે એને