________________
[૧.૩] ચૈતન્યઘન સ્વરૂપ
વસ્તુમાં ચૈતન્ય નથી. માત્ર આત્મામાં જ અનંત જ્ઞાન-અનંત દર્શન છે, તેથી તેને ચૈતન્યઘન કહ્યો.
૩૧
ચૈતન્ય એટલે જ્ઞાન-દર્શન. ચૈતન્ય એટલે હાલાહાલ કરે, ઊઠ-બેસ કરે, દોડધામ કરે એ ચૈતન્ય નહીં. જ્ઞાન-દર્શન અને એનાથી પરિણામે ઉત્પન્ન થતું સુખ એ ચૈતન્ય કહેવાય. જ્ઞાન-દર્શનના પરિણામે ઉત્પન્ન થતું સુખ, આ ત્રણ ભેગા થાય ત્યારે પરમજ્યોતિ સ્વરૂપ ચૈતન્ય કહેવાય.
ચૈતન્ય સત્તા અવિતાશી, માટે સમજી શકે વિનાશીને
પ્રશ્નકર્તા : ચૈતન્ય એ ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ છે એ સમજાવો.
દાદાશ્રી : ચૈતન્ય સત્તા એટલે શું કે એને સમજવું શી રીતે ? ચૈતન્ય સત્તા આમ સમજાય એવી વસ્તુ નથી. તે એને ફોડ પાડીને જ્ઞાની પુરુષ શું કહે કે ચૈતન્ય સત્તા એટલે જ્ઞાન-દર્શન સત્તા. જ્ઞાન-દર્શન એટલે તું સમજી શકું છું કે આ મગ છે તે ભલે હાલતા-ચાલતા નથી પણ જો એને પાણીમાં (પલાળીને) બાંધીએ તો એની લાગણીઓ દેખાશે આપણને. અને
ન
આ બીજી વસ્તુઓ ફૂટશે નહીં. આ કાંકરા નાખીએ તો એ ફૂટે ? ના. વિલક્ષણતા છે એ બેનામાં. પેલામાં ચૈતન્ય સત્તા છે અને આ ચૈતન્ય સત્તા રહિત છે. પેલામાં જ્ઞાન-દર્શન છે, લાગણીઓ છે. એ જે ફૂટે છે એ લાગણી ધરાવે છે અને જ્યાં કંઈ લાગણી ધરાવે ત્યાં ચેતન છે એ નક્કી થાય. લાગણી ધરાવતું નથી ત્યાં ચેતન ન હોય. આ ચીજવસ્તુ લાગણી ધરાવતા નથી એટલે ચેતન ન હોય. લાગણી ધરાવનાર સ્વ-પર પ્રકાશક કહેવાય. પ્રકાશક એટલે આ ચૈતન્ય સત્તા કહેવાય અને ચૈતન્ય સત્તા જ વિનાશીને વિનાશી સમજી શકે, નહિતર બીજી કોઈ સત્તા વિનાશીને વિનાશી સમજી શકે નહીં. ચૈતન્ય સત્તા પોતે અવિનાશી હોવાથી આને એ વિનાશી તરીકે કહી શકે છે. આ અજ્ઞાની પણ સમજતા નથી કે મારી ચૈતન્ય સત્તા કામ કરી રહી છે. પણ છતાંય એ લોકો એમ કહે છે કે આ નાશ થઈ જાય છે, તો વિનાશી છે. એ તો આ લોકોને, અજ્ઞાનીનેય ખબર પડે કે આ બધી વિનાશી ચીજો છે પણ એનો જાણનાર અવિનાશી જ હોય. વિનાશીને વિનાશી જાણી શકે નહીં. એટલે અજ્ઞાની માણસ પણ એમ કહી શકે કે
જ