________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આ બધી વિનાશી ચીજો છે. અલ્યા, તું અવિનાશી થયો છું ? ત્યારે કહે, હું થયો નથી પણ આ વિનાશી ચીજો છે એનો મને અનુભવ થયો. પણ એ જાણે છે તે અવિનાશી છે. એ સત્તાને તું ખોળ, એ ચૈતન્ય સત્તા છે.
૩૨
ચૈતન્ય સત્તાતા અનુભવે થાય રાગ-દ્વેષ રહિત, તિર્લેપ
પ્રશ્નકર્તા : ચૈતન્ય સત્તાનો અનુભવ શી રીતે થાય ?
દાદાશ્રી : આપણને કોઈ ગજવું કાપે, ગાળો ભાંડે ને રાગ-દ્વેષ ના થાય ત્યારે આપણે જાણવું કે આપણને ચૈતન્ય સત્તાનો અનુભવ થઈ ગયો. ચૈતન્ય સત્તાનો અનુભવ હોય ત્યારે આ બધામાં રાગ-દ્વેષ ના હોય, નિર્લેપ જ હોય. સંસાર સમુદ્રમાં હોવા છતાં નિર્લેપ હોય.
‘ફાઈલ’માં શું શું આવે ?
આપણા લોકો જે બોલે છે ને કે આ ફાઈલ નંબર વન, એટલે પછી બાકી શું રહ્યું ? ત્યારે કહે, શુદ્ધ-બુદ્ધ-ચૈતન્યઘન સ્વરૂપ. ફાઈલ નંબર વન બાદ કરે, તે ફાઈલ શેને કહીએ છીએ ? બધી જ વસ્તુઓ. શુદ્ધ-બુદ્ધચૈતન્યઘન સિવાયની બધી જ વસ્તુઓને આપણે ‘ફાઈલ’ કહીએ છીએ. ફાઈલ કહેતાની સાથે જ પોતે તે આત્મા રૂપ થઈ ગયો. પણ એ બોલવા માત્રથી કંઈ વળે નહીં, એ તો ગણનારો અહંકાર ખસી જાય તો દહાડો વળે.
‘જોવાય’ અને ‘જણાય’માં શું ફેર ?
પ્રશ્નકર્તા : આપે કહ્યું, કેવળજ્ઞાન જણાય, તો એવું કેવળજ્ઞાન જણાય તો એ ઘનસ્વરૂપ થયુંને ? ઘન જણાય એવું છે, તો જણાય એટલે શું ?
દાદાશ્રી : જણાય એટલે જ્ઞાનમાં વર્તે કહેવાય. જોવાય એટલે જ્ઞાન શું છે એ દર્શનમાં વર્તે અને જણાય એટલે વર્તે, શું છે એ. જ્ઞાનમાં અમને વર્તેલું છે. વર્તેલું છે પણ આમ કહી ના શકાય, વાણી ના હોય.
પ્રશ્નકર્તા : પણ વર્ણન ના થઈ શકેને ?
દાદાશ્રી : એ જ્યારે વર્તે ત્યારે એને નિરાલંબ કહેવાય, નિરાલંબ દશા.
: