________________
[૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ ને તમારામાં ફેર શો? ‘અમે કેવળજ્ઞાન સ્વરૂપે રહીએ છીએ અને તમે (મહાત્માઓ) શુદ્ધાત્મા તરીકે રહો છો.
આ તો અજાયબ જ્ઞાન આપેલું છે ! રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય કે “હું શુદ્ધાત્મા છું'. તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગૃત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બોમ્બ પડવા માંડ્યા'તા તો પછી પોતાની ગુફામાં પેસી જશે, કેવળજ્ઞાની જેવી દશા થઈ જશે. બહાર બોમ્બ પડવા જોઈએ તો કેવળજ્ઞાન જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે. શુદ્ધાત્મા પછી આગળનું કેવળજ્ઞાત સ્વરૂપ એ અંતિમ લક્ષ
પ્રશ્નકર્તા દાદા, “શુદ્ધાત્મા શબ્દથી હું ત્રણેય કાળ શુદ્ધ જ છું' એ સંજ્ઞામાં રહેવાય. એ જરા વધારે સમજાવશો.
દાદાશ્રી : અમે જ્ઞાન આપીએ છીએ તેની સાથે જ કહીએ છીએ કે હવે તને “શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું છે. માટે હવે તારાથી જે કંઈ કાર્ય થાય, સારું અગર નરસું તેનો માલિક તું નહીં, તું શુદ્ધ જ. પુણ્યનો ડાવો પડવાનો નહીં અને પાપનો ડાઘો પડવાનો નહીં. શુભનો ડાઘો નહીં પડવાનો ને અશુભનો ડાઘો નહીં પડવાનો. માટે તું શુદ્ધ જ છું.
બાકી શુદ્ધાત્મા એ કંઈ પરમાત્મા નથી. શુદ્ધાત્મા તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. “શુદ્ધાત્મા’ તમને પદ કેમ આપવામાં આવ્યું છે ? એ જો કે પરમાત્માપદનું લક્ષ છે પણ કેમ આપવામાં આવ્યું છે તમને ? આ આ જે કંઈ ક્રિયા થાય તે સારા-ખોટાના યુ આર નોટ રિસ્પોન્સિબલ (તમે જવાબદાર નથી) એવું શુદ્ધાત્મા પદ આપ્યું છે. તમે શુદ્ધ જ છો, સારાખોટાના રિસ્પોન્સિબલ તમે નથી એવું કહેવા માંગીએ છીએ.
શુદ્ધાત્મા એ શું છે કે આપણું સ્વરૂપ એ શુદ્ધ જ છે. કાટમાં પડે તોય કાટ અડે નહીં, ત્યાં સુધી અમે તમને લાવ્યા. શુદ્ધાત્મા પદ થયા પછી આગળ કેવળજ્ઞાન સ્વરૂપ રહે છે, તે છેલ્લું પદ છે. કેવળજ્ઞાન એબ્સૉલ્યુટ, બીજું કશું છે જ નહીં. એબ્સૉલ્યુટ જ્ઞાન સ્વરૂપે છે. પૂરું વર્તનમાં નથી પણ એ જ્ઞાન સ્વરૂપ કેવું હોય તે અમે જોયેલું હોય. બાકી