________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જવાનું છે. અનાદિકાળના અનુ-અભ્યાસને “જ્ઞાની પુરુષ'ના કહેવાથી અભ્યાસ થતો જાય, અભ્યાસ થયો એટલે શુદ્ધ થઈ ગયું !
ત્યારે થાય ભાત, “હું કેવળજ્ઞાત સ્વરૂપ છું' જેવું સમજે તેવું ફળ આવે. કો'ક માણસને હમણે મનમાં બેસી ગયું, કે હું ગાંડો થઈ ગયો છું, તો ગાંડાનું ફળ આપે અને ગાંડાને, “ડાહ્યો થઈ ગયો છું એવું ભાન થાય તો ડાહ્યાનું ફળ આપે અને “હું શુદ્ધાત્મા થયો છું એવું ભાન થાય, તો શુદ્ધાત્માનું ફળ આપે અને કેવળજ્ઞાન સ્વરૂપનું એને ભાન ક્યારે થાય ? માથા ઉપર સગડી સળગે (એવા ઉપસર્ગ થાય) ત્યારે થાય. એ વગર ના થાય.
ગજસુકુમારને સગડી કરાવી'તીને ! બીજા કોઈએ સળગાવી નહીં, પણ એમના સસરાએ જ પાઘડી બાંધી'તી. કેવી સરસ પાઘડી બાંધી'તી? છોને તારે અગ્નિ સળગાવવી હોય, તે સળગાવને તારી મેળે. હું સમજી ગયો છું, કે “હું કેવળજ્ઞાન સ્વરૂપ છું.” કેવળજ્ઞાન એ આકાશ જેવું સૂક્ષ્મ, લ બાળી શકે અતિ પ્રશ્નકર્તા ઃ દાદા, ગજસુકુમારની વાત વિગતમાં કહેશો ?
દાદાશ્રી: ભગવાને ગજસુકુમારને કહેલું કે આ જે શુદ્ધાત્મા સ્વરૂપ છે, એ એક અંશ કેવળજ્ઞાન છે. પણ હું શુદ્ધાત્મા જ છું, આ દેહ કપાઈ જાય, સળગી જાય તોય હું કેવળજ્ઞાન સ્વરૂપ જ છું' એમ રહે, એ સ્વભાવ જ તારો થઈ જશે ત્યારે કેવળજ્ઞાન છે. સળગે તોયે “મારું નથી એવું તને ભાન રહેશે. એટલો છૂટો રહીશ તું. ખરેખર છૂટો જ છે તું.
ભગવાને તેમને સમજાવ્યું હતું કે “મોટો ઉપસર્ગ આવી પડે ત્યારે શુદ્ધાત્મા, શુદ્ધાત્મા' ના કરશો. શુદ્ધાત્મા તો સ્થૂળ સ્વરૂપ છે, શબ્દરૂપ છે, ત્યારે તો સૂમ સ્વરૂપમાં જતા રહેજો.” એમણે પૂછયું, “સૂક્ષ્મ સ્વરૂપ શું છે ?” ત્યારે ભગવાને સમજાવેલું કે “ફકત કેવળજ્ઞાન જ છે, બીજી કોઈ વસ્તુ નથી.” ત્યારે ગજસુકુમારે પૂછયું, “કેવળજ્ઞાનનો અર્થ મને સમજાવો.” ત્યારે ભગવાને સમજાવ્યું, “કેવળજ્ઞાન એ આકાશ જેવું સૂમ છે, જ્યારે