________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દેખી જ ના શકે. એ આત્માનું કામ બધું. આગળનું હેડ ઑફિસનું કામ બધું. જ્ઞાતા-દ્રષ્ટા સુધી પહોંચે ત્યારે સૂક્ષ્મતમ થાય.
અને દેખાય છે એ તો બધું ધૂળતમ, ફિલ્મ દેખાય છે એ બધું સ્થૂળતમ. સ્વપ્નામાં ફિલ્મ દેખાય તે સૂક્ષ્મ કહેવાય પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમના જ્ઞાતા-દ્રષ્ટા સુધી પહોંચે ત્યારે કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય.
પ્રશ્નકર્તા એમાં બીજું પણ એવું વાક્ય છે, કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના તમામ પૌદ્ગલિક પર્યાયોનો હું જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છું.
દાદાશ્રી : તેનો અર્થ મોટામાં મોટીથી નાનામાં નાની સૂક્ષ્મ પુદ્ગલની અવસ્થાઓનો જ્ઞાતા-દ્રષ્ટા એ કેવળજ્ઞાન. એકનું એક જ બધું, નજીકનું બધુંય. “હું કેવળજ્ઞાન સ્વરૂપ છું.” કેમ શુદ્ધાત્મા સ્વરૂપ ના બોલ્યા (આપણે) ? એ જ કેવળજ્ઞાન સ્વરૂપ હું છું.
ફેર, શુદ્ધાત્મા સ્વરૂપ ને કેવળજ્ઞાત સ્વરૂપમાં પ્રશ્નકર્તા ઃ આપે કહ્યું કે જ્ઞાતા-દ્રષ્ટા એ કેવળજ્ઞાન સ્વરૂપ, એ શુદ્ધાત્મા સ્વરૂપ નહીં અને જ્ઞાન પછી મહાત્માને કહો છો, તારું સ્વરૂપ શુદ્ધાત્મા, તો એ બેમાં ફેર શો ?
દાદાશ્રી : “શુદ્ધાત્મા' શબ્દ એ તો ખાલી સંજ્ઞા જ છે. એનાથી “હું શુદ્ધ જ છું, ત્રણેય કાળ શુદ્ધ જ છું. એ સંજ્ઞામાં રહેવાય એટલે પછી મજબૂત થઈ જાય. શુદ્ધતા માટે નિઃશંકપણે ઉત્પન્ન થાય. ત્યાર પછીનું પદ એટલે કેવળજ્ઞાન સ્વરૂપ” “આપણું !
કેવળજ્ઞાન એ સૂક્ષ્મ વસ્તુ છે ને શુદ્ધાત્મા એ તો સ્થળ છે. શુદ્ધાત્માનું સ્થૂળ બધું પરવારી જશે, પછી સૂક્ષ્મમાં, કેવળજ્ઞાનમાં આવશે. આત્મા ફક્ત કેવળજ્ઞાન સ્વરૂપ છે. આ લોકો ધૂળમાં જે કહે છે તેમ નથી. એ વિચારોથી પણ પર છે. કેવળજ્ઞાન એટલે ફક્ત જ્ઞાન સ્વરૂપ, એમાં બીજું કશું જ ભેળસેળ નહીં. આ શુદ્ધાત્માનું જ્ઞાન થાય છે તોય એને પોતાના દોષ થાય છે એમ દેખાય છે અને પેલું કેવળજ્ઞાન એટલે તો સંપૂર્ણ.
‘દરઅસલ આત્મા” તો કેવળજ્ઞાન સ્વરૂપી” જ છે. એટલે અમારામાં