________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
હવે આટલી બધી સૂક્ષ્મતા સમજે તો કંઈ કો'ક દહાડો કંઈ ઉકેલ આવે. ગપે ગપ્પા સમજવા જઈએ, તો ક્યારે દહાડો વળે ?!
મહીં કેવળજ્ઞાત છતાં વિજ્ઞાનથી ઊભું થયું અજ્ઞાત
પ્રશ્નકર્તા : આત્મા સ્વભાવે કેવળજ્ઞાન સ્વરૂપે હોવા છતાં વર્તમાનમાં અજ્ઞાની સ્વરૂપે કેમ વર્તે છે ?
દાદાશ્રી : એ લોકસંજ્ઞાથી વર્તે છે. સુખ શેમાં છે એ જાણતો નહીં હોવાથી ભૌતિકમાં, બહારની વસ્તુમાં સુખ માન્યું. એટલે અજ્ઞાન ઊભું થયું અને આત્મામાં જ સુખ છે, બહાર ખોળે નહીં, ત્યારે જ્ઞાન ઊભું થાય. એટલે બહાર ખોળતો બંધ થઈ જાય. આ તો પોતાના સ્વભાવમાં પાર વગરનું સુખ છે અને આ બહાર તો કલ્પિત સુખ છે. આપણે કલ્પના કરીએને તો સુખ થાય, નહીં તો સુખ ના થાય.
પ્રશ્નકર્તા કેવળજ્ઞાન સ્વરૂપ હોવા છતાં એ ભૂલ ક્યાં કરી બેઠો
દાદાશ્રી: ના, એ ભૂલ કરી નથી, એ કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. આ તો વિજ્ઞાનથી અહંકાર ઊભો થઈ ગયો છે. એ તો પોતે મહીં જ છે. મહીં પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. એ બગડે નહીં કે સુધરે નહીં. એમાં ફેરફાર ના થાય. જેમ આ સૂર્યની હાજરીથી આ લોકો કામ કરે એવી રીતે આ અંદર કામ ચાલી રહ્યું છે. આત્માની હાજરીથી આ બધું ચાલે છે. હવે એ તમારે અહંકાર બધો ઓગળી જાય, ખલાસ થઈ જાય, એટલે પછી એ જ મુક્ત થાય પાછો.
પોતે પોતાને આખો દેખાય, એને કેવળજ્ઞાત કહેવાય
પ્રશ્નકર્તા: આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ કહ્યો તો કેવળજ્ઞાન થાય છે એ કહે છે ને, એ કોને થાય છે ?
દાદાશ્રી : આત્માને જ થાય છે. પ્રશ્નકર્તા : પણ પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે ને ?