________________
[૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ
પ્રશ્નકર્તા : જ્ઞાન સિવાય બીજો એય ગુણ, જે એક એ ગુણથી આત્મા જુદો પડે ?
૩
દાદાશ્રી : કેવળજ્ઞાન, એબ્સૉલ્યૂટ જ્ઞાન ! કેવળજ્ઞાન સ્વરૂપ અને જ્ઞાતા-દ્રષ્ટા આ બે આત્માના ગુણ છે, એમાં ફેરફાર ના થાય.
કેવળજ્ઞાન સ્વરૂપમાં એ ફેરફાર ના થાય અને જ્ઞાતા-દ્રષ્ટામાં ફેર ના થાય. કારણ કે શાયક સ્વભાવનો છે. બીજા કોઈનામાં આ ગુણ જ નથી. પ્રશ્નકર્તા : એક જ્ઞાન ગુણ જ, એથી સ્વભાવ જુદો પડે.
દાદાશ્રી : હા, કેવળજ્ઞાન સ્વરૂપ. જ્ઞાતા-દ્રષ્ટા, સચ્ચિદાનંદ સ્વરૂપ. બીજા બધામાં આનંદ નથી, જ્યારે આ સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
કેવળજ્ઞાત સ્વરૂપની સૂક્ષ્મતા સમજે તો આવે ઉકેલ
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન એટલે આત્માનું જ જ્ઞાન કે બીજું કંઈ ખરું ?
0:0
દાદાશ્રી : બસ, બીજું કંઈ નહીં. આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ જ છે. આત્મા બીજી કોઈ ભૌતિક વસ્તુ સ્વરૂપ નથી.
જ્ઞાન એ જ આત્મા છે, એ જ કેવળજ્ઞાન સ્વરૂપ છે, એક્સૉલ્યૂટ સ્થિતિ છે. એ એવી સરસ સ્થિતિ છે કે હિમાલયની આરપાર નીકળી જાય એટલી સૂક્ષ્મતા છે પોતાના સ્વરૂપની. પોતાના સ્વરૂપની એટલી સૂક્ષ્મતા છે તો હવે એને કઈ જગ્યાએ અડચણ આવે ? અવરોધ ક્યાં હોય ? એવું પોતાનું સ્વરૂપ જો જાણેને, તો પછી એને તો શું જોઈએ ? એ એટલું બધું સૂક્ષ્મ છે કે એણે કોઈ દહાડો વિષય ભોગવ્યો જ નથી. આત્માએ ક્યારેય પણ વિષય ભોગવ્યો નથી. આરોપણ કર્યું આમાં. પોતે મૂળ આરોપણ કરે પોતાની જાત ઉપર ને પછી ‘હું જ ભોગવું છું' એમ કહે છે પાછો. આત્માએ ભોગવ્યું જ નથી. આત્મા સૂક્ષ્મ છે, વિષયો સ્થૂળ છે એ બેને મેળ ના પડે. આત્મા તો એટલો બધો સૂક્ષ્મ છે કે આખી ઈલેક્ટ્રિકની ભઠ્ઠી ચાલતી હોય ને મોટો અગ્નિનો ગોળો બળતો હોય, તેની વચ્ચેથી પસાર થાય તોય પણ એને અડે નહીં. એટલી સૂક્ષ્મતા છે. આ ભઠ્ઠીની અગ્નિ એ બધી સ્થૂળ છે, અડે જ નહીં. સ્થૂળ અને સૂક્ષ્મ, બે અડે નહીં સામાસામી.