________________
૨.
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
બીજા તત્ત્વમાં ત મળે આવો વિશેષ ગુણ
પ્રશ્નકર્તા : આત્મા એ જ્ઞાનરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ જ છે, બીજું કાંઈ નહીંને ? અને તો પછી સિદ્ધક્ષેત્રમાં પણ એવું જ ને ?
દાદાશ્રી : કેવળજ્ઞાન સ્વરૂપે તે આપણે અહીં કહેવા પૂરતું જ છે, જ્યારે ત્યાં સિદ્ધક્ષેત્રે કહેવા પૂરતુંય નથી. ત્યાં તો આમાંનો એકેય ગુણ લાગે નહીં. પણ આપણે અહીં બધાને કહેવા માટે એમ જ કહી શકીએ કે ભઈ, આત્મા કેવો છે ? ત્યારે કહે, કેવળજ્ઞાન સ્વરૂપ. એ અહીં કહેવા માટે બરોબર છે. કારણ કે એમાં બીજું એકુંય નથી કે જે કેવળજ્ઞાન સ્વરૂપ હોય. આ આત્મા એકલો જ કેવળજ્ઞાન સ્વરૂપ છે.
આ નિર્લેપેય બધા (તત્ત્વો)ને લાગુ થાય. અસંગેય બધાને લાગુ થાય. અવિનાશીયે બધાને લાગુ થાય. મૂળ તત્ત્વરૂપે અનાદિ-અનંત બધાયને લાગુ થાય, અગુરુ-લઘુ બધાને લાગુ થાય, સનાતન-શાશ્વત બધાને લાગુ થાય. કેવળજ્ઞાન સ્વરૂપ એકલું જ આને (આત્માને) એકલાને લાગુ થાય. કેવળજ્ઞાન સ્વરૂપ કહ્યું એટલે આપણે આત્મા થઈ ગયા.
કેવળજ્ઞાત સ્વરૂપ અને જ્ઞાતા-દ્રષ્ટા, અફર ગુણ આત્માતા
પ્રશ્નકર્તા : આત્મા જ્ઞાતા-દ્રષ્ટા પણ કહેવાયને ?
દાદાશ્રી : હા, જ્ઞાતા-દ્રષ્ટાય આત્મા. આ બે વસ્તુ, અને જ્ઞાતા-દ્રષ્ટા.
પ્રશ્નકર્તા : અને કાળથી પર ?
દાદાશ્રી : કાળથી તો બધાય પર.
પ્રશ્નકર્તા ઃ સ્વભાવવર્તી ?
દાદાશ્રી : હા, સ્વભાવવર્તી છે. આટલું જ સમજવાનું છે, ટૂંકું. કેવળજ્ઞાન સ્વરૂપ એમાં તો ના કહેવાય નહીં, કારણ કે બીજા એકુંય નથી. જ્ઞાન સ્વરૂપ તો કોઈ છે જ નહીં, કેવળજ્ઞાન સ્વરૂપ. તેથી કૃપાળુદેવે જ્યાં ને ત્યાં બધે લખેલુંને, હું જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું, જ્ઞાતા-દ્રષ્ટા આત્મા છું.
કેવળજ્ઞાન સ્વરૂપ