________________
દેવગતિ એય રૂપી. દેવલોકો રૂપી હોય, ત્યાં ઈન્દ્રિય સુખો છે અને ઈન્દ્રિયો રૂપી છે. આખો સંસાર રૂપી છે. સિદ્ધક્ષેત્ર ને અલોક અરૂપી છે.
આ જગતમાં આત્મા સિવાય કોઈ ચીજ રૂપાળી હોતી જ નથી. એ અરૂપી પરમાત્માનું રૂપ તો અજાયબ છે ! એમની હાજરીથી આ રૂપીમાં લાવણ્ય દેખાય છે.
રૂપી રૂપકનો અંત આવે ત્યારે પોતે મૂળ અરૂપીમાં નિરંતર રહે, ત્યાં સુધી અરૂપી એ પ્રતીતિમાં છે. રૂપી છૂટે ત્યારે પોતે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા થાય, ત્યાં સુધી પ્રતીતિરૂપે જ્ઞાતા-દ્રષ્ટા.
પ્રજ્ઞાને જાગૃત રાખવાની છે માત્ર રૂપીતત્ત્વ સામે. બીજા બધા તત્ત્વોની કોઈ ડખલ જ નથી. દુઃખ ને સુખ બેઉ રૂપીતત્ત્વ જ છે. દુઃખ નહીં આપો ને સુખ આપશો તો પ્રજ્ઞાને મજબૂત કરશે. અહંકાર હેરાન કરે, નિર્અહંકાર ઈફેક્ટ ન કરે. અપમાન આશીર્વાદ આપીને સાંભળીએ તો પોતે પ્રજ્ઞામાં હોય. રૂપીતત્ત્વથી છૂટી જાય તો આ ફસામણ જાય.
[૧૦] અગોચર - અતીન્દ્રિયગમ્ય આત્મા અગોચર છે, એટલે ઈન્દ્રિયગમ્ય નથી. એ તો એના ગુણોથી જ એની ભજના થાય. અગોચર એટલે આકાશ જેવું. આકાશમાં ચીજવસ્તુઓ દેખાય પણ આંખથી આકાશ ના દેખાય. એને ગમે તે કરો પણ આકાશને કાંઈ નુકસાન ના થાય, તેવો આત્મા છે.
ગો એટલે ઈન્દ્રિય, ચર એટલે ચરવું. ઈન્દ્રિયથી દેખાય, સંભળાય તે ગોચર કહેવાય અને અતીન્દ્રિયથી ઓળખાય તે અગોચર કહેવાય.
પહેલું સમજમાં આવે, પછી ગેડ પડે. એથી આગળ ગમ પડી જાય. એટલે પૂરું થયું કહેવાય. એ ગમ પડી એટલે આગમ જેવું, શાસ્ત્ર જેવું પૂરું થઈ સમજી ગયો, મૂળભાવ પામી ગયો. મોક્ષનો પંથ અગમ-અગોચર છે.
અતીન્દ્રિય પ્રત્યક્ષ એટલે “હું શુદ્ધાત્મા છું” એ ભાન થાય છે તે. એમાં ઈન્દ્રિયોની બિલકુલ જરૂર નથી. સંસારી કામો ઈન્દ્રિય પ્રત્યક્ષ છે અને આત્મ વિભાગ અતીન્દ્રિય પ્રત્યક્ષ છે. પ્રથમ ઈન્દ્રિયગમ્ય, પછી બુદ્ધિગમ્ય. એથી આગળ અતીન્દ્રિયગમ્ય, એ સ્વ પ્રકાશક.
67