________________
દુનિયારૂપી જોયો ખલાસ થઈ જાય તો જ્ઞાતાય ના રહે. પછી તો આત્મા રહ્યો નહીં. ફિલ્મ જોનારને ફિલ્મ બંધ થઈ જાય તો ગમે નહીં, એવું આ દુનિયા વિનાશ થઈ જાય તો પોતેય વિનાશ થઈ જાય. પણ એવું બને નહીં. આ દુનિયા જ્યાં સુધી છે, ત્યાં સુધી એ પરમાનંદમાં રહેવાના.
શેય વગર તો જ્ઞાન જ ઊભું ના રહેને ! શેયને જુએ એટલે એ શેય ને પોતે જ્ઞાતા.
સિદ્ધ ભગવંતોને અનંત આનંદ શાથી છે કે નિરંતર જગત દેખાયા જ કરે અને તે હાનિ-વૃદ્ધિના નિયમથી નિરંતર નવું ને નવું જ દેખાય, તે જોયા કરવાનું.
એમને આનંદના પર્યાય ના હોય, જ્ઞાન-દર્શનના પર્યાય હોય. પરિણામે આનંદ હોય.
સિદ્ધ ભગવાનને ઉપયોગ ના હોય, દેહધારીને ઉપયોગ હોય. જ્યાં જાગૃતિ રાખવાની હોય ત્યાં ઉપયોગ હોય. આત્મારૂપી પ્રગટ દીવો સળગ્યા કરે, તેનો જ્ઞાની પોતે શુદ્ધ ઉપયોગ કરે. પણ દેહ છૂટ્યો, નિર્વાણ થયું કે ઉપયોગ છૂટ્યો, શબ્દ માત્ર ગયા. એ પોતાના સ્વભાવમાં જ રમણતા છે પછી.
સિદ્ધ ભગવાનને શુક્લધ્યાન ના હોય. એ તો પોતે જ એ ધ્યાન સ્વરૂપ થઈ ગયા. આપણે જેનું ધ્યાન કરવાનું હોય, એ તો પોતે તે સ્વરૂપ જ થઈ ગયા હોય.
સિદ્ધ ભગવાનને પરિણમન હોય. પરિણમન વગર તો દ્રવ્ય કહેવાય જ નહીં. એમને શુદ્ધ પર્યાય હોય, તે આપણને અશુદ્ધ પર્યાયો હોય તેને જોવાના. પોતાના સિવાય બહાર જુએ તે અશુદ્ધ પર્યાય.
સિદ્ધ ભગવાન દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત છે પણ બધું પ્યૉર, ચોખ્ખું. આપણે જે બોલીએ છીએ કે દ્રવ્ય-ગુણ-પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાગ શુદ્ધ છું, એ સિદ્ધક્ષેત્રે ત્યાં સંપૂર્ણ ચૈતન્ય છે.
દરેક સિદ્ધોને પોતાનો અનુભવ પોતાને વર્તે. નર્યું સુખ જ વર્તે. આ
98