________________
એક પણ સંજોગની વળગણા ના હોય, કોઈ પ્રકારના કર્મોની વળગણા ના હોય, દેહ ના હોય. કોઈ સંયોગ સ્પર્શ ના કરી શકે એ સિદ્ધ ભગવંતો છે. કાયમને માટે ત્યાં ને ત્યાં જ રહેવાનું. બહારનું કશું લેવાનું નહીં. નર્યા પાર વગરના આનંદમાં જ હોય. જોવું-જાણવું ને પોતાના આનંદમાં રહેવું એ જ કામ.
સિદ્ધ ભગવંતો અહીંના બધા જોયોને જોઈ શકે. એમની જગ્યામાં એકુંય શેય ના હોય, એકુંય પરમાણુ ના હોય.
સિદ્ધક્ષેત્રમાં કોઈ દ્રવ્ય નથી. પોતેય દ્રવ્ય તરીકે નથી, એ તો ત્યાં સિદ્ધ તરીકે છે. દ્રવ્ય તો બીજા દ્રવ્યની જોડે હોય ત્યાં સુધી દ્રવ્ય કહેવાય. આકાશ દ્રવ્ય છે પણ એ પોતાને નડે નહીં, પુદ્ગલ હોય તો જ નડે. કારણ કે તે વિશેષભાવને ધારણ કરે તેવું છે.
લોકમાં છ તત્ત્વો છે તેથી લોક પરિવર્તનશીલ છે, અલોક નહીં. સિદ્ધક્ષેત્રમાં આકાશ તત્ત્વ એકલું છે. બીજા તત્ત્વો નથી માટે તે પરિવર્તનશીલ નથી.
સિદ્ધક્ષેત્ર લોકની ધાર ઉપર છે, લોક અને અલોકના સાંધા પર છે. ત્યાં કુદરત જેવી વસ્તુ જ નથી. પાંચ ઈન્દ્રિયથી અનુભવમાં આવે એટલી જ કુદરતી રચના છે અને તે વ્યવસ્થિતને તાબે છે, બીજું બધું તો જગત જ કાયમનું છે.
ચોથા આરાના મોક્ષે ગયેલા સિદ્ધોનો આકાર નાનો અને ત્રીજા આરાના સિદ્ધોનો આકાર મોટો, અવસર્પિણી કાળમાં. જે દેહે નિર્વાણ થાય તે દેહના આકાર જેવડા હોય (૧૩ નાના), સુખ બધાનું સરખું. સિદ્ધો એક જ પ્રકારના, ઊંચા-નીચા ના હોય.
સિદ્ધ ભગવંતો નિરાકાર હોવા છતાં આકારી છે. દેહ જેવો છે આકાર, છતાં અરૂપી આકાશ જેવું સ્વરૂપ છે. બુદ્ધિથી કલ્પનામાં આવે એવું નથી એ સ્વરૂપ.
જે દેહે જે કાળે નિર્વાણ પામ્યા, તે દેહના આકારમાં ૨/૩ એવા સ્વરૂપે ત્યાં હોય. ઊંચા દેહનાય ૨/૩ ભાગે રહે, નાનો દેહ હોય તો તેના
91