________________
પછી બધા કર્મો એની મેળે ખસે, તેમ બધો ઉકેલ આવે. આત્મ પ્રદેશો નિરાવરણ થતા જાય તેમ આનંદ વધતો જાય, પ્રકાશ વધતો જાય. ફાઈલોના સમભાવે નિકાલ થતા જાય તેમ પ્રદેશો ખુલતા જાય.
મહાત્માઓને જ્ઞાન લીધા પછી દાદા ક્ષણવાર ભૂલાતા નથી. મૂર્છાના સ્થાનકમાંયે દાદા યાદ રહે. તે જ બધા પ્રદેશે આવરણો તોડી નાખશે, નવું આવરણ આવે નહીં અને બીજા આવરણો ખુલતા જાય.
પોતાના ગુણધર્મો જેવા કે અનંત જ્ઞાન-અનંત દર્શન, તેનું ધ્યાન કરે તો આત્મપ્રદેશો ખુલતા જાય. તેમ તેમ જ્ઞાનપ્રકાશે ને આનંદ વધતો
જાય.
તેવું છે.
દેહમાં ગમે તે થઈ જાય, પણ પોતાના પ્રદેશને કંઈ જ ના થાય
અનંત પ્રદેશો ઉપર જે આવરણના ડાઘ છે, એ ચોખ્ખા થવા પડશે. આ સત્સંગથી ઘણો નિવેડો આવી જાય.
દાદાજીના શબ્દો પર લક્ષ રહે તે જાગૃતિ કહેવાય, પણ ઉપયોગ ના કહેવાય. મૂળ વસ્તુનો અનુભવ થયા વગર ઉપયોગ કેમ ઉત્પન્ન થાય ? ‘આ હું છું’ એનું પ્રમાણ સહેજે બદલાવું ના જોઈએ, એના અનંત પ્રદેશો સહિત. મૂળ વસ્તુ અનંતા પ્રદેશો સહિત બિલકુલ ચોખ્ખી, ક્લિયર છે અને તે પ્રમાણે અનુભવ હોય ત્યાર પછી ખરો શુદ્ધ ઉપયોગ થાય. ત્યાં સુધી અંશે થોડોક શુદ્ધ ઉપયોગ છે. બાકી જાગૃતિ જ કહેવાય બધી. શુદ્ધ ઉપયોગ તો બહુ ઊંચી વસ્તુ છે.
કેટલીક વખત કોઈ સૂઝ પડે પછી એ વાત ફિટ થઈ જાય. પછી બીજી સૂઝ પડે, એ વાત ફિટ થાય. એ એક-એક પ્રદેશ ખુલતા જાય છે એવું કહેવાય.
આત્મા જોનારો છે, તો આત્મપ્રદેશને જોનારો કોણ ? પોતે પોતાનું સ્વરૂપ જે છે, એનો જાણકાર પોતે જ છે. પહેલા પોતે પુદ્ગલના પ્રદેશો જોતો હતો, હવે આત્માના પ્રદેશો જુએ, જ્ઞાન પછી. આત્માના દરેક પ્રદેશોમાં જ્ઞાન છે, એટલે દરેક જાતનું એમાં દેખાય.
80