________________
જુદો, એવું આત્મા જુદો અને દેહ એ પ્લાસ્ટર જેવો જુદો છે. દેહ મૂર્ત છે અને આત્મા અમૂર્ત છે. અમૂર્ત ઉપર મૂર્તનું પ્લાસ્ટર જેવું છે.
તમામ શાસ્ત્રો અમૂર્તના દર્શન કરવા માટે અંગુલીનિર્દેશ કરે છે પણ શાસ્ત્રોમાં મૂર્ત જ્ઞાન છે. એટલે પાંચ ઈન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી સમજાય એ મૂર્ત જ્ઞાન, જ્યારે આત્મા અમૂર્ત છે. એ અમૂર્ત જ્ઞાનથી, અમૂર્ત ભાષાથી માત્ર જ્ઞાની પુરુષની અંદર પ્રગટેલા અમૂર્ત ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ
જાય.
અજીવ ઈષ્ટમૂર્તિના દર્શનથી પુણ્ય બંધાય, જે સંસાર ફળ આપે. પણ એનાથી ઊંધે રસ્તે જતો અટકે ને આવરણ ઓછા થતા જાય. પણ કો'ક ફેરો જ્ઞાની પુરુષ મળે, સજીવન મૂર્તિ મળે તો અમૂર્તના દર્શન થાય.
જ્યાં સુધી અમૂર્તના દર્શન ના થાય ત્યાં સુધી મૂર્તિપૂજા એ ધ્યેય છે. અમૂર્તના દર્શન થયા પછી અમૂર્ત ધ્યેય પ્રાપ્ત થઈ જાય.
અમૂર્તને સમજ્યો ને અમૂર્તની પ્રતીતિ બેઠી, ત્યારથી અધ્યાત્મી
થયો.
જ્ઞાની પુરુષમાં અમૂર્તના ભાન સાથે છૂટું પડી ગયું હોય. તેથી તેમને મૂર્તીમૂર્ત સ્વરૂપ કહેવાય. એટલે ચર્મચક્ષુથી મૂર્તનાય દર્શન થાય અને દિવ્યચક્ષુથી અમૂર્તના દર્શન થાય.
કેટલાય અવતારથી મનુષ્ય મૂર્ત ભગવાનને ભજે છે. મૂર્તિને, દેહને ‘હું છું’ માનતો હતો, તે જ્ઞાની પુરુષ જોડે અભેદતાથી દર્શન કરવાથી (આત્મજ્ઞાન પામવાથી) અમૂર્તપદ પ્રાપ્ત થયું. પોતે અમૂર્તપદમાં બેસી ગયો.
‘હું શુદ્ધાત્મા છું’ એ જ શુક્લધ્યાન છે, એ જ અમૂર્તનું ધ્યાન છે. મન-વચન-કાયા, સંસારની સર્વ જંજાળો, ધર્મ-અધર્મ બધું મૂર્ત સ્વરૂપી છે, પોતે અમૂર્ત છે એમ પોતાના ગુણનું આરાધન એ જ અમૂર્તનું આરાધન.
આપણે અવિનાશી છીએ. આપણી બાઉન્ડ્રીમાં કોઈ વિનાશી ચીજ પેસી ગઈ નથીને તેની જાગૃતિમાં રહેવું. આપણે અવિનાશી આત્મા ને અમૂર્ત આત્મા, તે અમૂર્ત તો બીજા ચાર દ્રવ્યોય છે પણ એમાં ચેતનતા
64