________________
૬૪
અંગબાહ્ય આગમો | વિજયદ્વારની બંને બાજુ બે બે તોરણ લટકાવેલાં છે. તેમની સામે બે બે શાલભંજિકાઓ અને નાગદતો છે; નાગદતોમાં માળાઓ લટકે છે. તોરણોની સામે હયસંઘાટક, હયપંક્તિ, પાલતા વગેરે લતાઓના ચિત્રો છે તથા ચંદનકળશ અને ઝારીઓ રાખેલ છે. પછી બે આદર્શ (દર્પણ), શુદ્ધ અને શ્વેત અક્ષતથી ભરેલા થાળ, શુદ્ધ જળ અને ફળોથી ભરેલ પાત્રી, ઔષધિ વગેરેથી પૂર્ણ સુપ્રતિષ્ઠક તથા મનોગુલિકા (આસન) અને કરંડક (પટારા) રાખેલા છે. પછી બે બે હયકંઠ (રત્નવિશેષ, ટીકાકાર) વગેરે રાખેલ છે જેના પર ઘણી બધી ટોકરીઓ છે જે પુષ્પમાળા, ચૂર્ણ, વસ્ત્ર અને આભરણોથી ભરી છે. પછી સિહાસન, છત્ર, ચામર, તેલ, કોઇ વગેરે સુગંધી પદાર્થો સજાવેલાં છે' (૧૩૧).
સુધર્મા સભા – વિજયદ્વારની વિજય રાજધાનીમાં વિજય નામે દેવ રહે છે (૧૩૪-૫). વિજયની સુધર્મા સભા અનેક સ્તંભો પર પ્રતિષ્ઠિત છે અને વેદિકા વડે શોભે છે. તેમાં તોરણો લટકાવેલાં છે અને શાલભંજિકાઓ નજરે પડે છે. તેની ફર્શ મણિ અને રત્નો વડે ખચિત છે. તેમાં ઈહામૃગ વગેરેનાં ચિત્રો દોરેલાં છે અને સ્તંભો ઉપર બનેલી વેદિકાઓ વિદ્યાધરોના યુગલો વડે શોભાયમાન છે. અહીં ચંદનકળશ રાખેલાં છે, માળાઓ અને પતાકાઓ લટકાવેલી છે તથા દેવાંગનાઓ નૃત્ય કરી રહી છે (૧૩૭).
સિદ્ધાયતન – સુધર્મા સભાની ઉત્તર-પૂર્વમાં સિદ્ધાયતન છે. તેની વચ્ચે એક મણિપીઠિકા છે જેના પર અનેક જિનપ્રતિમાઓ વિરાજમાન છે. તેમની પાછળ છત્ર, ચમર અને દંડધારી પ્રતિમાઓ છે. તેમની આગળ નાગ, યક્ષ, ભૂત અને કુંડધાર (આજ્ઞાધારી) પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓની આગળ ઘંટ લટકી રહ્યાં છે તથા ચંદનકળશ, ભંગાર, આદર્શ, થાળ, પાત્રી, ધૂપદાન વગેરે રાખેલાં છે (૧૩૯).
સિદ્ધાયતનની ઉત્તરપૂર્વમાં એક ઉપપાત-સભા છે. ત્યાં એક જળાશયની પાસે અભિષેક-સભા છે. વિજયદેવે પોતાની દેવશય્યામાંથી ઊઠી, અભિષેકસભામાં સ્નાન કરી, દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કર્યા. પછી વ્યવસાય-સભામાં પહોંચી પોતાના પુસ્તકનો સ્વાધ્યાય કર્યો (૧૪૦). પછી નંદાપુષ્કરણીમાં જઈને હાથ-પગનું પ્રક્ષાલન કર્યું તથા ભંગારમાં જળ ભરી કમળ-પુષ્પો તોડી સિદ્ધાયતનમાં પ્રવેશ કર્યો. ૧, રાયપસેણઈય (૧૦૬) માં પણ આ જ વર્ણન છે. ૨. ભરપુતની બૌદ્ધ કળામાં સુધર્મા દેવસભાનું અંકન કરવામાં આવ્યું છે – મોતીચંદ,
આર્કિટેક્ટરલ ડેટા ઈન જૈન કેનનીકલ લિટરેચર, ધી જર્નલ ઓફ ધી યુ.પી.હિસ્ટોરીકલ સોસાયટી, ૧૯૪૯, પૃ. ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org