________________
૧૪૮
અંગબાહ્ય આગમો થતાં મણગે પોતાની માતાને પિતાજી વિશે પૂછ્યું. મણગને જ્યારે જાણવા મળ્યું કે તેઓ તો સાધુ થઈ ગયા છે ત્યારે તે તેમની શોધમાં નીકળી પડ્યો. મણગ ચંપામાં પહોંચી તેમને મળ્યો. શય્યભવને પોતાના દિવ્ય જ્ઞાનથી ખબર પડી કે તેમનો પુત્ર માત્ર છ મહિના જ જીવતો રહેવાનો છે. આ જાણી તેમણે દસ અધ્યાયોમાં આ સૂત્રની રચના કરી તથા વિકાલ એટલે કે સંધ્યા સમયે સ્વાધ્યાય કરવાને કારણે તેનું નામ દસકાલિય પડ્યું. તેના અંતે બે ચૂલિકાઓ છે જે શäભવની રચના ન હોય તેમ માનવામાં આવે છે. ભદ્રબાહુ અનુસાર (નિર્યુક્તિ ૧૬-૧૭) દશવૈકાલિકનું ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીનાં અધ્યયનો નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી લેવામાં આવ્યાં છે. દશવૈકાલિકના કેટલાંક અધ્યયનો અને ગાથાઓની ઉત્તરાધ્યયન અને આચારાંગસૂત્રના અધ્યયનો અને ગાથાઓ સાથે તુલના થઈ શકે છે. દ્રુમપુષ્પિત :
ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, તે અહિંસા, સંયમ અને પરૂપ છે. જેનું મન ધર્મમાં સંલગ્ન છે તેને દેવો પણ નમસ્કાર કરે છે (૧). જેવી રીતે ભમરો ફૂલોને પીડા આપ્યા વિના તેમાંથી રસનું પાન કરી પોતાની જાતને તૃપ્ત કરે છે, તેવી જ રીતે ભિક્ષુ આહાર વગેરેની ગવેષણામાં રત રહે છે (૨-૩). શ્રામણ્યપૂર્વિક:
જે કામ-ભોગોનું નિવારણ નથી કરતો, તે સંકલ્પ-વિકલ્પને અધીન થઈ પગલે પગલે અલિત થતો થતો શ્રમણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? (૧) ?
१. मणगं पडुच्च सेजंभवेण निज्जुहिया दसऽज्झयणा । વૈિયતિયાડ઼ વિથા તખ્તી સાતિય પામ ! – નિર્યુક્તિ, ૧૫. 'वेयालियाइ ठविय' त्ति विगतः कालो विकालः, विकलनं वा विकाल इति, विकालोऽसकलः खण्डश्चेत्यनर्थान्तरम्, तस्मिन् विकाले - अपराह्ने ।
– હરિભદ્ર, દશવૈકાલિકવૃત્તિ, પૃ. ૨૪ ૨. સરખાવો –
यथापि भमरो पुष्पं वण्णगंधं अहेठ्यं ।
પતિ રામલીય પર્વ અને મુની રે I – ધમ્મપદ, પુષ્કવષ્ણુ, ૬. ૩. સરખાવો –
कतिहं चरेय्य सामखं चित्तं चे न निवारेय्य । ઘરે ઘરે વિકીચ્ય સંખ્યા વસનુો – સંયુક્તનિકાય, ૧. ૨. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org