________________
દ્વિતીય પ્રકરણ આતુરપ્રત્યાખ્યાન
આઉરપચ્ચખાણ–આતુરપ્રત્યાખ્યાન મરણસંબંધી હોવાને કારણે અંતકાલપ્રકીર્ણક તરીકે પણ ઓળખાય છે. તેને બૃહદાતુરપ્રત્યાખ્યાન પણ કહે છે. તેમાં ૭૦ ગાથાઓ છે. દસમી ગાથા પછીનો કેટલોક ભાગ ગદ્યમાં છે. આ પ્રકીર્ણકમાં મુખ્યત્વે બાલમરણ અને પંડિતમરણનું વિવેચન છે. પ્રારંભમાં આચાર્યે બાલપંડિતમરણનું સ્વરૂપ બતાવ્યું છે :
देसिक्कदेसविरओ सम्मद्दिट्ठी मरिज्ज जो जीवो।
तं होइ बालपंडियमरणं जिणसासणे भणियं ॥१॥ ત્યારબાદ પંડિતપંડિતમરણનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આચાર્યે મરણ ત્રણ પ્રકારનું બતાવ્યું છે : બાલોનું, બાલપંડિતોનું અને પંડિતોનું. એ વિશેની ગાથાઓ આ પ્રમાણે છે :
तिविहं भणंति मरणं बालाणं बालपंडियाणं च ।
तइयं पंडितमरणं जं केवलिणो अणुमरंति ॥३५॥ મારણાંતિક પ્રત્યાખ્યાનની ઉપાદેયતા બતાવતાં આચાર્ય અંતમાં લખે છે :
निक्कसायस्स दंतस्स सूरस्स ववसाइणो। संसारपरिभीयस्स पच्चक्खाणं सुहं भवे ॥६८॥ एयं पच्चक्खाणं जो काही मरणदेसकालम्मि। धीरो अमूढसन्नो सो गच्छइ सासयं ठाणं ॥६९।। धीरो जरमरणविऊ वीरो विनाणनाणसंपन्नो। लोगस्सुज्जोयगरो दिसउ खयं सव्वदुक्खाणं !॥७०।।
૧. (અ) બાલાભાઈ કકલભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૬૨.
(આ) જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૯૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org