________________
ષષ્ઠ પ્રકરણ
સંસ્મારક સંથારગ સંસ્તારક' પ્રકીર્ણકમાં ૧૨૩ ગાથાઓ છે. તેમાં મૃત્યુ સમયે અપનાવવા યોગ્ય સંસ્મારક અર્થાત્ ઘાસ વગેરેની શૈયાનું મહત્ત્વ વર્ણવાયેલું છે. સંસ્મારક પર બેસીને પંડિતમરણ પ્રાપ્ત કરનાર મુનિ મુક્તિને વરે છે. આ રીતે મુક્ત થનાર અનેક મુનિઓના દૃષ્ટાંતો પ્રસ્તુત પ્રકીર્ણકમાં આપવામાં આવ્યાં છે.
પ્રારંભમાં ગ્રંથકારે વર્ધમાન જિનવરને નમસ્કાર કર્યા છે. ત્યારપછી સંતારકનો મહિમા ગાયો છે :
काऊण नमुक्कारं जिणवरवसहस्स वद्धमाणस्स।
संथारंमि निबद्धं गुणपरिवाडि निसामेह ।।१।। જે રીતે પર્વતોમાં મેરુ, સમુદ્રોમાં સ્વયંભૂરમણ અને તારાઓમાં ચંદ્ર શ્રેષ્ઠ છે, તે જ રીતે સુવિદિતોમાં સંસ્મારક સર્વશ્રેષ્ઠ છે :
मेरू व्व पव्वयाणं सयंभुरमणु व्व चेव उदहीणं ।
चंदो इव ताराणं तह संथारो सुविहिआणं ॥३०॥ આચાર્ય સંસ્મારક પર આરૂઢ થઈ પંડિતમરણપૂર્વક મુક્તિ પ્રાપ્ત કરનારા અનેક મુનિઓના ઉદાહરણો આપ્યાં છે. આમાંથી કેટલાકનાં નામ આ પ્રમાણે છે : અર્ણિકાપુત્ર, સુકોશલર્ષિ, અવન્તિ, કાર્તિકાર્ય, ચાણક્ય, અમૃતઘોષ, ચિલાતિપુત્ર, ગજસુકુમાર.
અંતે આચાર્ય સંસ્તારકરૂપી હાથીના સ્કંધ પર આરૂઢ સુશ્રમણરૂપી નરેન્દ્રચંદ્રો પાસે સુખસંક્રમણની યાચના કરી છે :
एवं मए अभिथुआ संथारगइंदखंधमारूढा । सुसमणनरिंदचंदा सुहसंकमणं सया दिंतु ॥१२३॥
*
*
*
૧. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૯૬૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org