________________
તન્દુલચારિક
૨૮૫ વિવેચન કરતાં વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે. સ્ત્રીઓના વિષયમાં આચાર્યે કહ્યું છે કે સ્ત્રીઓનું હૃદય સ્વભાવથી જ કુટિલ હોય છે. તેઓ મધુર વચન બોલે છે પરંતુ તેમનું હૃદય મધુર હોતુ નથી. સ્ત્રીઓ શોક ઉત્પન્ન કરનારી છે, બળનો નાશ કરનારી છે, પુરુષો માટે વધશાળા જેવી છે, શરમનો નાશ કરનારી છે, અવિનય-દંભ-વેર-અસંયમની જનની છે. તેઓ મત્ત હાથી માફક કામાતુર, વાઘણ માફક દુષ્ટ હૃદયવાળી, ઘાસથી ઢાંકેલા કુવા માફક અપ્રકાશહૃદય, કાળા સાપ માફક અવિશ્વસનીય, વાનર સમાન ચંચળ ચિત્તવાળી, કાળ સમાન નિર્દય, પાણીની માફક નિમ્નગામી, નરક સમાન પીડા આપનારી, દુષ્ટ અશ્વ સમાન દુર્દમ્ય, કિંપાકફળ સમાન મુખમધુર હોય છે વગેરે.
અંતમાં એમ બતાવવામાં આવ્યું છે કે આપણું આ શરીર જન્મ, જરા, મરણ અને વેદનાઓથી ભરેલ એક પ્રકારનું શર્ટ(ગાડું) છે. તેને પામીને એવું કાર્ય કરો કે જેનાથી સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મળે :
एयं सगडसरीरं जाइजरामरणवेयणाबहुलं। तह घत्तह काउं जे जह मुच्चह सव्वदुक्खाणं ।।१३९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org