________________
તન્દુલવૈચારિક
૨૮૩
યોનિનું સ્થાન, આકાર, ગર્ભધારણની યોગ્યતા વગેરેનું વર્ણન કરતા ગ્રંથકારે બતાવ્યું છે કે સ્ત્રીની નાભિની નીચે ફુલની નાળના આકારની બે શિરાઓ હોય છે. આ શિરાઓ નીચે યોનિ હોય છે. આ યોનિ અધોમુખ અને કોશાકાર હોય છે તેની નીચે આંબાની મંજરી જેવી માંસની મંજરી હોય છે. જે ઋતુકાળમાં ફૂટી જાય છે અને તેમાંથી રક્તબિંદુઓ પડે છે. આ રક્તબિંદુઓ જ્યારે શુક્ર મિશ્રિત થઈને કોશાકાર યોનિમાં પ્રવેશે છે ત્યારે સ્ત્રી જીવોત્પાદન માટે યોગ્ય બને છે. આ રીતની યોનિ બાર મુહૂર્ત સુધી જ ગર્ભધારણ માટે યોગ્ય રહે છે. ત્યારબાદ તેની ગર્ભધારણની યોગ્યતા નષ્ટ થઈ જાય છે. ગર્ભમાં રહેલા જીવોની સંખ્યા વધુમાં વધુ નવ લાખ હોય છે :
आउसो ! इत्थीए नाभिहिट्ठा सिरादुगं पुप्फनालियागारं । तस् य हिट्ठा जोणी अहोमुहा संठिया कोसा ॥ ९ ॥ तस्स य हिट्ठा चूयस्स मंजरी तारिसा उ मंसस्स । तंरिकाले फुडिया सोणियलवया विमुंचति ॥१०॥
कोसायारं जोणीं संपत्ता सुक्कमीसिया जइया । तइया जीवववाए जोग्गा भणिया जिणिदेहिं ॥ ११ ॥
बारस चेव मुहुत्ता उवरिं विद्धंसं गच्छई सा उ । जीवाणं परिसंखा लक्खपुहुत्तं य उक्कोसं ॥ १२ ॥
ઘણુંખરું ૫૫ વર્ષ પછી સ્ત્રીની યોનિ ગર્ભધારણ માટે યોગ્ય રહેતી નથી તથા ૭૫ વર્ષ પછી પુરુષ વીર્યહીન બની જાય છે :
पणपण्णाय परेण जोणी पमिलायए महिलियाणं । पणसत्तरीया परओ पाएण पुमं भवेऽबीओ || १३||
રક્તોત્કટ સ્ત્રીના ગર્ભમાં એકસાથે વધુમાં વધુ નવ લાખ જીવો ઉત્પન્ન થાય છે, બાર મૂહુર્ત સુધી વીર્ય સંતાન ઉત્પન્ન કરવા યોગ્ય રહે છે, ઉત્કૃષ્ટ નવ સો પિતાનું એક સંતાન હોય છે, ગર્ભની સ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે :
रत्तुक्कडा उ इत्थी लक्खपुहुत्तं य बारस मुहुत्ता ।
पिउसंख सयपत्तं बारस वासा उ गब्भस्स ॥१५॥
દક્ષિણ કુક્ષિમાં રહેનારો જીવ પુરુષ હોય છે, વામ કુક્ષિમાં રહેનારો જીવ સ્ત્રી હોય છે અને બંનેની વચ્ચે રહેનારો જીવ નપુંસક હોય છે. તિર્યંચોની ગર્ભસ્થિતિ ઉત્કૃષ્ટ આઠ જ વર્ષની હોય છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org