________________
દેવિંદથય—દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકમાં ૩૦૭ ગાથાઓ છે. તેમાં ૩૨ દેવેન્દ્રોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રારંભમાં કોઈ શ્રાવક ઋષભ આદિ તીર્થંકરોનું વંદન કરીને અંતિમ તીર્થંક વર્ધમાન મહાવીરની સ્તુતિ કરે છે. બત્રીસ દેવેન્દ્રો વડે પૂજિત મહાવીરની સ્તુતિ કરી તે પોતાની પત્ની સન્મુખ તે ઇન્દ્રોના મહિમાનું વર્ણન કરે છે. આ વર્ણનમાં નીચેના પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : બત્રીસ દેવેન્દ્રોનાં નામ, આવાસ, સ્થિતિ, ભવન, વિમાન, નગર, પરિવાર, શ્વાસોચ્છ્વાસ, અધિજ્ઞાન વગેરે. આ વિષેની ગાથાઓ નીચે પ્રમાણે છે.
करे ते बत्तीसं देविंदा को व कत्थ परिवसइ । केवइया कस्स ठिई को भवणपरिग्गहो तस्स ॥८॥
केवइया व विमाणा भवणा नगरा व हुंति केवइया । पुढवीण व बाहल्लं उच्चत्त विमाणवण्णो वा ॥९॥
का रंति व का लेणा उक्कोसं मज्झिम जहणणं । उस्सासो निस्सासो ओही विसओ व को केसिं ॥१०॥
અંતમાં આચાર્યે એવો ઉલ્લેખ કર્યો છે કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને
વૈમાનિક દેવનિકાયોની સ્તુતિ સમાપ્ત થઈ :
भोजवणयराणं जोइसियाणं विमाणवासीणं । देवनिकायाणं थवो समत्तो अपरिसेसो ॥३०७॥
નવમ પ્રકરણ
દેવેન્દ્રસ્તવ
Jain Education International
***
For Private & Personal Use Only
www.jainelibrary.org