________________
તૃતીય પ્રકરણ મહાપ્રત્યાખ્યાન
મહાપચ્ચખ્ખાણ-મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકમાં ૧૪૨ ગાથાઓ છે. તેમાં પ્રત્યાખ્યાન અર્થાત ત્યાગનું વિસ્તૃત વિવેચન છે. પ્રારંભમાં ગ્રંથકારે તીર્થકરો, જિનો, સિદ્ધો અને સંયતોને પ્રણામ કર્યા છે :
एस करेमि पणामं तित्थयराणं अणुत्तरगईणं ।
सव्वेसिं च जिणाणं सिद्धाणं संजयाणं च ॥१॥ ત્યારપછી પાપ અને દુશ્ચરિતની નિંદા કરતાં તેમનું પ્રત્યાખ્યાન કર્યું છે તથા . ત્રિવિધ સામાયિક અંગીકાર કર્યું છે. રાગ, દ્વેષ, હર્ષ, દીનતા, ઉત્સુકતા, ભય, શોક, રતિ, અરતિ, રોષ, અભિનિવેશ, મમત્વ, આદિ દોષોનો ત્રિવિધ ત્યાગ કર્યો છે. એકત્વ ભાવનાની ઉત્કૃષ્ટતાનું પ્રતિપાદન કરતાં આચાર્ય લખે છે :
इक्कोहं नत्थि मे कोई, न चाहमवि कस्सई । एवं अदीणमणसो, अप्पाणमणुसासए ।।१३।। इक्को उप्पज्जए जीवो, इक्को चेव विवज्जई। इक्कस्स होइ मरणं, इक्को सिज्झई नीरओ ॥१४॥ एक्को करेइ कम्मं फलमवि तस्सिक्कओ समणुहवइ । एक्को जायइ मरइ परलोअं इक्कओ जाई ॥१५॥ इक्को मे सासओ अप्पा, नाणदंसणसंजुओ। " सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥१६॥
પ્રસ્તુત પ્રકીર્ણકમાં સંસાર-પરિભ્રમણ, પંડિતમરણ, પંચમહાવ્રત, વૈરાગ્ય, આલોચના, વ્યુત્સર્જન વગેરે પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. અંતમાં આચાર્યે બતાવ્યું છે કે ધીરનું પણ મૃત્યુ થાય છે અને કાયરપુરુષનું પણ.
૧. બાલાભાઈ કકલભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org