________________
પ્રકીર્ણક અર્થાત્ વિવિધ. ભગવાન મહાવીરના તીર્થમાં પ્રકીર્ણકો—વિવિધ આગમિક ગ્રંથોની સંખ્યા ૧૪૦૦૦ કહેવામાં આવી છે. વર્તમાનકાળે પ્રકીર્ણકોની સંખ્યા મોટાભાગે ૧૦ માનવામાં આવે છે. આ ૧૦ નામોમાં પણ એકરૂપતા નથી. નીચેના ૧૦ નામો વિશેષરૂપે માન્ય છે ઃ—
૧. ચતુઃશરણ, ૨. આતુરપ્રત્યાખ્યાન, ૩. મહાપ્રત્યાખ્યાન, ૪. ભક્તપરિજ્ઞા, ૫.તંદુલવૈચારિક, ૬. સંસ્થારક, ૭. ગચ્છાચાર, ૮. ગણિવિદ્યા, ૯. દેવેન્દ્રસ્તવ, ૧૦. મરણસમાધિ.૨
પ્રકીર્ણકો
પ્રથમ પ્રકરણ
ચતુઃશરણ
કોઈ મરણસમાધિ અને ગચ્છાચારના સ્થાને ચંદ્રવેધ્યક અને વી૨સ્તવને ગણાવે છે. તો કોઈ દેવેન્દ્રસ્તવ અને વીરસ્તવને એક ગણાવે છે અને સંસ્થાકને ગણતા નથી પરંતુ તેના સ્થાને ગચ્છાચાર અને મરણસમાધિનો ઉલ્લેખ કરે છે.
ચઉસરણ———ચતુઃ શરણ' નું બીજુ નામ કુસલાણુબંધી-અજઝયણ(કુશલાનુબંધિઅધ્યયન) છે. તેમાં ૬૩ ગાથાઓ છે. તેમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી કથિત ધર્મ—આ ચારને શરણ માનવામાં આવેલ છે એટલા માટે તેને ચતુઃશરણ કહેલ છે.
પ્રારંભમાં ષડાવશ્યકની ચર્ચા છે. ત્યારપછી આચાર્યે કુશલાનુબંધી અધ્યયનની રચનાનો સંકલ્પ કર્યો છે અને ચતુઃશરણને કુશલહેતુ બતાવતાં ચાર શરણોનો નામોલ્લેખ કરેલ છે :
૧. જુઓ— જૈન ગ્રંથાવલિ, પૃ. ૭૨ (જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, મુંબઈ, વિ.સં. ૧૯૬૫). ૨. આગમોદય સમિતિ, મુંબઈ, ઇ.સ.૧૯૨૭, રાયબહાદુર ધનપતસિંહ, બનારસ, ઇ,સ. ૧૮૮૬ (ગચ્છાચારના સ્થાને ચન્દ્રવેધ્યક)
૩. (અ) બાલાભાઈ કકલભાઈ, અમદાવાદ, વિ. સં. ૧૯૬૨.
(આ) જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૯૬૬.
(ઇ) દેવચંદ્ર લાલભાઈ જૈન ગ્રંથમાલા મુંબઈ, ઇ.સ. ૧૯૨૨ (સાવસૂરિક).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org