________________
અનુયોગદ્વાર
૨૭૫ અનુગમાર :
અનુગમ (સૂત્રાનુકૂળ વ્યાખ્યાન) નામક તૃતીય અનુયોગદ્વારનું વિવેચન કરતાં સૂત્રકાર કહે છે કે અનુગામના બે પ્રકાર છે : સૂત્રાનુગમ અને નિયુકત્યનુગમ. નિકુંજ્યનગમના ત્રણ ભેદ છે : નિક્ષેપ-નિકુંજ્યનુગમ, ઉપોદ્ધાતનિયુજ્યનુગમ અને સૂત્રસ્પર્શિક-નિકુંજ્યનુગમ. નિક્ષેપ નિર્યુયેનગમનું પ્રતિપાદન આગળ આવી ચૂક્યું છે. ઉપોદઘાત-નિકુંજ્યનગમના નિમ્નોક્ત ૨૬ લક્ષણ છે : ૧. ઉદેશ, ૨. નિર્દેશ, ૩. નિર્ગમ, ૪. ક્ષેત્ર, ૫. કાલ, ૬. પુરુષ, ૭. કારણ, ૮, પ્રત્યય, ૯. લક્ષણ, ૧૦. નય, ૧૧. સમવતાર, ૧૨. અનુમત, ૧૩. કિમ્, ૧૪. કતિવિધિ, ૧૫. કસ્ય, ૧૬. કુત્ર, ૧૭. કમિન્, ૧૮. કથમ્, ૧૯, કિચ્ચિર, ૨૦. કતિ, ૨૧. વિરહકાલ, ૨૨. અવિરહકાલ, ૨૩. ભવ, ૨૪. આકર્ષ, ૨૫. સ્પર્શન, ૨૬, નિરુક્તિ.' સૂત્રસ્પર્શિક-નિકુંજ્યનગમનો અર્થ છે અમ્મલિત, અમીલિત, અન્ય સૂત્રોના પાઠો સાથે અસંયુક્ત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષયુક્ત, કંઠ અને ઓષ્ઠથી વિપ્રમુક્ત તથા ગુરુમુખથી ગ્રહણ કરવામાં આવેલ ઉચ્ચારણ યુક્ત સૂત્રોના પદોનું સ્વસિદ્ધાન્તાનુરૂપ વ્યાખ્યાન. નયદ્વાર :
નય નામના ચતુર્થ અનુયોગદ્વારમાં નૈગમાદિ સાત મૂળનયોનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે : સત્ત મૂના પુ0ા , તે નહીં મામે, સંદે, વહારે, ૩નુસુ, સદે સમરૂ૮, પર્વમૂ— આ સાત નો જૈનદર્શનમાં સુપ્રસિદ્ધ છે. નયદ્વારના વ્યાખ્યાન સાથે ચાર પ્રકારના અનુયોગદ્વારનું વ્યાખ્યાન પૂર્ણ થાય છે.
અનુયોગદ્વાર સૂત્રના આ પરિચયથી સ્પષ્ટ છે કે કેટલાક મહત્ત્વપૂર્ણ જૈન પારિભાષિક શબ્દો અને સિદ્ધાંતોની સંક્ષિપ્ત તથા સૂત્રરૂપ વ્યાખ્યા કરનાર પ્રસ્તુત ગ્રંથનું જૈન આગમોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નિક્ષેપશૈલીની પ્રધાનતા અને ભેદપ્રભેદની પ્રચુરતાને કારણે ગ્રંથમાં કેટલીક ક્લિષ્ટતા જરૂર આવી ગઈ છે જે સ્વાભાવિક છે.
૧. આાવશ્યક-નિર્યુક્તિ (ગા. ૧૪૦-૧૪૧)માં તે પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ૨. સૂ. ૧ (અનુગમાધિકાર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org