________________
અનુયોગદ્વાર
૨૭૩
સ્વસમયવક્તવ્યતા છે. અન્ય મતોના સિદ્ધાંતોની વ્યાખ્યા કરવી પરસમયવક્તવ્યતા છે. સ્વ-પર બંને મતોની વ્યાખ્યા કરવી તે ઉભયસમયવક્તવ્યતા છે.' અર્થાધિકાર :
જે જે અધ્યયનનો અર્થ – વિષય છે તે જ તે અધ્યયનનો અર્થાધિકાર છે. ઉદાહરણરૂપે આવશ્યક સૂત્રના છ અધ્યયનોનો સાવદ્યયોગવિરત્યાદિરૂપ વિષય તેમનો અર્થાધિકાર છે. જે સમવતાર :
સમવતારના છ ભેદ છે : નામસમવતાર, સ્થાપનાસમવતાર, દ્રવ્યસમવતાર, ક્ષેત્રસમવતાર, કાલસમવતાર અને ભાવસમવતાર. દ્રવ્યોના સ્વગુણની અપેક્ષાએ આત્મભાવમાં સમવર્તીણ થવું, વ્યવહારનયની અપેક્ષાએ પરરૂપમાં સમવર્તીણ થવું વગેરે દ્રવ્યસમવતારના ઉદાહરણો છે. આ જ રીતે ક્ષેત્ર વગેરેના પણ સ્વરૂપ, પરરૂપ અને ઉભયરૂપમાં સમવતાર હોય છે. ભાવસમવતારના બે ભેદ છે : આત્મભાવસમવતાર અને તદુભયભાવસમવતાર, ભાવનું પોતાના જ સ્વરૂપમાં સમવતીર્ણ થવું આત્મભાવસમવતાર કહેવાય છે. જેમ કે ક્રોધનું ક્રોધરૂપમાં સમવતીર્ણ થવું. ભાવનો સ્વરૂપ તથા પરરૂપ બંનેમાં સમવતાર થવો તે તદુભયભાવસમવતાર કહેવાય છે. ઉદાહરણાર્થ ક્રોધનો ક્રોધરૂપમાં સમાવતાર થવાની સાથે જ માનરૂપમાં પણ સમવતાર થાય છે.?
ભાવસમવતારની સાથે સમવતારદ્વાર સમાપ્ત થાય છે અને સાથે સાથે જ ઉપક્રમ નામક પ્રથમ અનુયોગદ્વાર પણ પૂર્ણ થાય છે. નિક્ષેપઢાર :
| નિક્ષેપ નામક દ્વિતીય અનુયોગદ્વારનું વ્યાખ્યાન કરતાં સૂત્રકાર કહે છે કે નિક્ષેપ ત્રણ પ્રકારની હોય છે : ઓઘનિષ્પન્ન નિક્ષેપ, નામનિષ્પન્ન નિક્ષેપ અને સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ. આના ભેદ-પ્રભેદ આ પ્રમાણે છે :
ઓઘનિષ્પન્ન નિક્ષેપ ચાર પ્રકારનો છે : અધ્યયન, અફીણ, આય અને ક્ષપણા.
અધ્યયનના ચાર ભેદ છે : નામાધ્યયન, સ્થાપનાધ્યયન, દ્રવ્યાધ્યયન અને ભાવાધ્યયન.
અક્ષણના પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવભેદથી ચાર પ્રકાર છે. આમાંથી ભાવાક્ષીણતાના બે ભેદ છે : આગમતઃ ભાવાક્ષીણતા અને નોઆગમત
૧. સૂ. ૧-૩ (વક્તવ્યતાધિકાર અને તેની પછી). ૨. સૂ. ૪. ૩. સૂ. ૫-૯.
૪. સૂ. ૧-૧૭ (નિક્ષેપાધિકાર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org