________________
અંગબાહ્ય આગમો
ભાવપ્રમાણના દ્વિતીય ભેદ નયપ્રમાણનું વિવેચન કરતાં સૂત્રકારે પ્રસ્થક, વસતિ તથા પ્રદેશના દૃષ્ટાંતથી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત – આ સાત નયોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
ભાવપ્રમાણના તૃતીય ભેદ સંખ્યાપ્રમાણનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે કે સંખ્યા આઠ પ્રકારની હોય છે ઃ નામસંખ્યા, સ્થાપનાસંખ્યા, દ્રવ્યસંખ્યા, ઉપમાનસંખ્યા, પરિમાણસંખ્યા, જ્ઞાનસંખ્યા, ગણનાસંખ્યા અને ભાવસંખ્યા. આમાંથી ગણનાસંખ્યા વિશેષ મહત્ત્વપૂર્ણ છે. આથી સૂત્રકારે આનું વિશેષ વિવેચન કર્યું છે.
જેના દ્વારા ગણના કરવામાં આવે તેને ગણનાસંખ્યા કહે છે. એકનો અંક ગણનામાં નથી આવતો (એક્કો ગણાં ન ઉવેઇ) આથી બેથી ગણના-સંખ્યાનો પ્રારંભ થાય છે. સંખ્યા ત્રણ પ્રકારની છે ઃ સંધ્યેયક, અસંખ્યેયક અને અનંતક, સંધ્યેયકના ત્રણ ભેદ છે : જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, અસંખ્યેયકના પણ ત્રણ ભેદ છે : પરીતાસંધ્યેયક, યુક્તાસંધ્યેયક અને અસંખ્યયાસંધ્યેય. આ ત્રણેના વળી ત્રણ-ત્રણ ભેદ છે ઃ જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. આ રીતે અસંખ્યેયકના કુલ ૩ X ૩ = ૯ ભેદ થયા. અનંતક ત્રણ પ્રકારનું છે ઃ ૫૨ીતાનન્તક, યુક્તાનન્તક અને અનન્તાનન્તક. આમાંથી પરીતાનન્તક અને યુક્તાનન્તકના ત્રણ-ત્રણ ભેદ છે ઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અનન્તાનન્તકના બે ભેદ છે ઃ જઘન્ય અને મધ્યમ. આ રીતે અનન્તકના કુલ ૩+૩+ ૨ = ૮ ભેદ થયા. પ્રસ્તુત સૂત્રમાં સંધ્યેયકના ત્રણ, અસંખ્યેયકના નવ અને અનન્તકના આઠ – આ રીતે સંખ્યાના કુલ વીસ ભેદનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન કલ્પના તથા ગણિત બંનેથી પરિપૂર્ણ છે.” અહીંસુધી ભાવ પ્રમાણનો અધિકાર છે. આની સાથે જ પ્રમાણદ્વાર પણ સમાપ્ત થાય છે.
3
૨૭૨
સામાયિકના ચાર અનુયોગદ્વારોમાંથી પ્રથમ અનુયોગદ્વાર ઉપક્રમના છ ભેદ કરવામાં આવ્યા હતા : ૧. આનુપૂર્વી, ૨. નામ, ૩. પ્રમાણ, ૪. વક્તવ્યતા, ૫. અર્થાધિકાર અને ૬. સમવતા૨.૫ આમાંથી આનુપૂર્વી, નામ અને પ્રમાણનું વર્ણન થઈ ચૂક્યું. હવે સૂત્રકાર વક્તવ્યતા વગેરે ભેદોનું વ્યાખ્યાન કરે છે.
વક્તવ્યતા :
વક્તવ્યતા ત્રણ પ્રકારની હોય છે : સ્વસમયવક્તવ્યતા, પરસમયવક્તવ્યતા અને ઉભયસમયવક્તવ્યતા. પંચાસ્તિકાય વગેરે સ્વસિદ્ધાંતોનું વર્ણન કરવું તે
૧. સૂ. ૮૯-૯૨. ૨. સૂ. ૯૩.
૩. સૂ. ૧૦૧-૨.
૪. વિશેષ વિવેચન માટે જુઓ – ઉપાધ્યાય આત્મારામકૃત હિન્દી અનુવાદ, ઉત્તરાર્ધ, પૃ. ૨૩૯૫. જુઓ – સૂ. ૧૪ (પ્રારંભમાં).
240.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org