________________
અંગબાહ્ય આગમો
શેષવત્ અનુમાન પાંચ પ્રકારનું છે : કાર્યતઃ, કારણતઃ, ગુણતઃ, અવયવતઃ અને આશ્રયતઃ. કાર્યથી કારણનું જ્ઞાન થવું કાર્યતઃ અનુમાન છે. શંખ, ભેરી વગેરેના શબ્દો વડે તેમના કારણભૂત પદાર્થોનું જ્ઞાન થવું તે આ તે પ્રકારનું અનુમાન છે. કારણ વડે કાર્યનું જ્ઞાન કારણતઃ અનુમાન કહેવાય છે. તંતુઓ વડે પટ બને છે, માટીના પિંડથી ઘટ બને છે વગેરે ઉદાહરણો આ જ પ્રકારના અનુમાનોનાં છે. ગુણના જ્ઞાનથી ગુણીનું જ્ઞાન કરવું તે ગુણતઃ અનુમાન છે. કસોટીથી સુવર્ણની પરીક્ષા, ગંધથી પુષ્પોની પરીક્ષા વગેરે આ જ પ્રકારના અનુમાનનાં ઉદાહરણો છે. અવયવોથી અવયવીનું જ્ઞાન થવું તે અવયવતઃ અનુમાન છે. શ્રૃંગોથી મહિષનું, શિખાથી કુક્કુટનું, દાંતથી હાથીનું, દાઢથી વરાહ ભૂંડનું જ્ઞાન આ કોટિનું અનુમાનજન્ય જ્ઞાન છે. સાધનથી સાધ્યનું અર્થાત્ આશ્રયથી આશ્રયીનું જ્ઞાન આશ્રયતઃ અનુમાન છે. ધૂમ્રથી અગ્નિનું, વાદળોથી જળનું, અભ્રવિકારથી વૃષ્ટિનું, સદાચરણથી કુલીન પુત્રનું જ્ઞાન આ જ પ્રકારનું અનુમાન છે.
૨૦૦
દષ્ટસાધર્મ્સવત્ અનુમાનના બે ભેદ છે : સામાન્યદ્રષ્ટ અને વિશેષર્દષ્ટ. કોઈ એક પુરુષને જોઈને તદ્દેશીય અથવા તાતીય અન્ય પુરુષોની આકૃતિ વગેરેનું અનુમાન કરવું તે સામાન્યદેષ્ટ અનુમાનનું ઉદાહરણ છે. આ જ રીતે અનેક પુરુષોની આકૃતિ વગેરેથી એક પુરુષની આકૃતિ વગેરેનું પણ અનુમાન કરી શકાય છે. કોઈ વ્યક્તિને કોઈ સ્થાન પર એક વાર જોઈને ફરીથી તેને અન્યત્ર જોવામાં આવતાં તેને સારી રીતે ઓળખી લેવી તે વિશેષદષ્ટ અનુમાનનું ઉદાહરણ છે.
-
ઉપમાન :
ઉપમાનના બે ભેદ છે : સાધર્મોપનીત અને વૈધર્મોપનીત.૧
સાધર્મોપનીત ત્રણ પ્રકારનું છે ઃ કિંચિત્તાધર્મોપનીત, પ્રાયઃસાધર્મોપનીત અને સર્વસાધર્મોપનીત.
કિંચિત્તાધર્મોપનીત તેને કહેવાય છે જેમાં કંઈક સાધર્મ્સ હોય. ઉદાહરણ તરીકે જેવો મેરુ પર્વત છે તેવું જ સર્જપનું બીજ છે (કેમ કે બંને મૂર્ત છે). આ જ રીતે જેવો આદિત્ય છે તેવો જ ખદ્યોત છે (કેમ કે બંને પ્રકાશયુક્ત છે), જેવો ચન્દ્ર છે તેવું જ કુમુદ છે (કેમ કે બંને શીતળતા આપે છે).
પ્રાયઃસાધર્મોપનીત તેને કહેવાય છે જેમાં નજીકની સમાનતા હોય. ઉદાહરણાર્થ જેવી ગાય છે તેવી જ નીલગાય છે.
૧. સૂ. ૭૪૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org