________________
અનુયોગદ્વાર
ઉદાહરણસહિત વર્ણન કર્યું છે. આ વર્ણન વિશેષ રોચક છે.
ભાવપ્રમાણ :
ભાવપ્રમાણ ત્રણ પ્રકારનું છે : ગુણપ્રમાણ, નયપ્રમાણ અને સંખ્યાપ્રમાણ, ગુણપ્રમાણના બે ભેદ છે : જીવગુણપ્રમાણ અને અજીવગુણપ્રમાણ. અજીવગુણપ્રમાણ પાંચ પ્રકારનું છે : વર્ણગુણપ્રમાણ, ગંધગુણપ્રમાણ, રસગુણપ્રમાણ, સ્પર્શગુણપ્રમાણ અને સંસ્થાનગુણપ્રમાણ. આના ફરી ક્રમશઃ પાંચ, બે, પાંચ, આઠ અને પાંચ ભેદ છે.
જીવગુણપ્રમાણ ત્રણ પ્રકારનું છે : જ્ઞાનગુણપ્રમાણ, દર્શનગુણપ્રમાણ અને ચારિત્રગુણપ્રમાણ. આમાંથી જ્ઞાનગુણપ્રમાણના ચાર ભેદ છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ.
પ્રત્યક્ષ :
પ્રત્યક્ષ બે પ્રકારનું છે ઃ ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ. ઇન્દ્રિયપ્રત્યક્ષ પાંચ પ્રકારનું છે: શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ, ચક્ષુરિન્દ્રિયપ્રત્યક્ષ, ઘ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ, જિહેન્દ્રિયપ્રત્યક્ષ અને સ્પર્શેન્દ્રિયપ્રત્યક્ષ. નોઇન્દ્રિયપ્રત્યક્ષના ત્રણ ભેદ છે : અવધિજ્ઞાનપ્રત્યક્ષ, મન:પર્યયજ્ઞાનપ્રત્યક્ષ અને કેવલજ્ઞાનપ્રત્યક્ષ.પ
અનુમાન :
અનુમાન ત્રણ પ્રકારનું છે : પૂર્વવત્, શેષવત્ અને દૃષ્ટસાધર્યવત્. પૂર્વવત્ અનુમાનનું સ્વરૂપ સમજાવવા માટે સૂત્રકારે નિમ્ન ઉદાહરણ આપ્યું છે : જેમ કે માતાનો કોઈ પુત્ર બાલ્યાવસ્થામાં અન્યત્ર ચાલ્યો ગયો અને યુવાન થઈને પોતાના નગરમાં પાછો આવ્યો. તેને જોઈને તેની માતા પૂર્વદષ્ટ અર્થાત્ પહેલાં જોયેલાં લક્ષણોથી અનુમાન કરે છે કે તે પુત્ર મારો જ છે.° આને જ પૂર્વવત્ અનુમાન કહે છે.
૧. સૂ. ૨૭-૪૪.
૨. ભાવપ્રમાણનો અર્થ છે વસ્તુનું યથાવસ્થિત જ્ઞાન.
૨૬૯
૩. સૂ. ૬૪-૬૫.
૪. સૂ. ૬૬.
૫. આ જ્ઞાનોના સ્વરૂપ-વર્ણન માટે નંદીસૂત્ર જોવું જોઈએ.
૬. સૂ. ૬૭-૭૨.
७. माया पुत्तं जहा नट्टं, जुवाणं पुणरागयं ।
काई पच्चभिजाणेज्जा, पुव्वलिंगंण केणई ||
Jain Education International
For Private & Personal Use Only
E
www.jainelibrary.org