________________
અનુયોગદ્વાર
૨૬૭
છે તે ઉત્તમ પુરુષ છે. જેમનું શરીર ૧૦૪ અંગુલપ્રમાણ હોય છે તે મધ્યમ પુરુષ છે. જે ૯૬ અંગુલપ્રમાણ શરી૨વાળા હોય છે તે જધન્ય પુરુષ કહેવાય છે. આ જ અંગુલોના પ્રમાણથી છ અંગુલનો એક પાદ, બે પાદની એક વિતસ્તી, બે વિતસ્તીની એક રત્નિ હાથા, બે હાથની એક કુક્ષિ, બે કુક્ષિનું એક ધનુષ, બે હજાર ધનુષનો એક ક્રોશ – કોશ અને ચાર કોશનો એક યોજન થાય છે. આ પ્રમાણ વડે આરામ, ઉદ્યાન, કાનન, વન, વનખંડ, કૂપ, નદી, વાપિકા, સ્તૂપ, ખાઈ, પ્રાકાર, અટ્ટાલક, દ્વાર, ગોપુર, પ્રાસાદ, શકટ, રથ, યાન વગેરે માપવામાં આવે છે. આ આત્માંગુલનું સ્વરૂપ થયું. ઉત્સેધાંગુલનું અનેક પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે જેમ કે પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ વગેરે. પ્રકાશમાં જે ધૂલિકણ જોવામાં આવે છે તેને ત્રસરેણુ કહે છે. રથ ચાલવાથી જે રજ ઉડે છે તેને રથરેણુ કહે છે. પરમાણુનું બે દૃષ્ટિએ પ્રતિપાદન કરવામાં આવ્યું છે : સૂક્ષ્મ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ. અનંત સૂક્ષ્મ પરમાણુઓ મળવાથી એક વ્યાવહારિક પરમાણુ બને છે. વ્યાવહારિક પરમાણુઓની ક્રમશઃ વૃદ્ધિ થતાં થતાં મનુષ્યોનો બાલાગ્ર, લિક્ષા (લીખ), જૂ, યવ અને અંગુલ બને છે. તે ઉત્તરોત્તર આઠગણા વધુ હોય છે. આ જ અંગુલના પ્રમાણથી ૬ અંગુલનો અર્ધપાદ, ૧૨ અંગુલનો એક પાદ, ૨૪ અંગુલનો એક હસ્ત, ૪૮ અંગુલની એક કુક્ષિ અને ૯૬ અંગુલનું એક ધનુષ થાય છે. આ જ ધનુષના પ્રમાણથી ૨૦૦૦ ધનુષનો એક કોશ અને ૪ કોશનો એક યોજન થાય છે. ઉત્સેધાંગુલનું પ્રયોજન ચાર ગતિઓ – નરક, દેવ, તિર્યક્ અને મનુષ્ય ગતિના પ્રાણીઓની અવગાહના (શરી૨પ્રમાણ) માપવાનું છે. અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની હોય છે. ઉદાહરણ માટે નરકગતિના પ્રાણીઓની ભવધારણીયા અર્થાત્ આયુપર્યન્ત રહેનારી જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે તથા ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષપ્રમાણ હોય છે. તેમની જ ઉત્તરવૈક્રિયા અર્થાત્ કારણવશ બનાવવામાં આવતી અવગાહના જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષ જેટલી હોય છે. આ જ રીતે ઉત્સેધાંગુલનું પ્રમાણ એક સ્થાયી, નિશ્ચિત તથા સ્થિર માપ છે. ઉત્સેધાંગુલથી ૧૦૦૦ ગણુ મોટું પ્રમાણાંગુલ હોય છે. ઉત્સેધાંગુલની જેમ આનું પ્રમાણ પણ નિશ્ચિત છે. અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ તથા તેમના પુત્ર ચક્રવર્તી ભરતના અંગુલને પણ પ્રમાણાંગુલ કહે છે. અંતિમ તીર્થંકર ભગવાન વર્ધમાનના એક અંગુલના પ્રમાણમાં બે ઉત્સેધાંગુલ હોય છે અર્થાત્ તેમના પ૦૦ અંગુલ બરાબર ૧૦૦૦ ઉત્સેધાંગુલ અર્થાત્ એક પ્રમાણાંગુલ
૧. સૂ. ૧૩.
૨. સૂ. ૧૪-૧૫.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org