________________
૨૬૬
અંગબાહ્ય આગમો પ્રમાણ-માન :
ઉપક્રમના તૃતીય ભેદ પ્રમાણનું વિવેચન કરતાં સૂત્રકાર કહે છે કે પ્રમાણ ચાર પ્રકારનું હોય છે : દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ અને ભાવપ્રમાણ. દ્રવ્યપ્રમાણ :
દ્રવ્યપ્રમાણ બે પ્રકારનું છે : પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પરમાણુ, દ્વિપ્રદેશિકસ્કન્ધ, ત્રિપ્રદેશિકસ્કન્ધ યાવત દશપ્રદેશિકસ્કન્ધ વગેરે પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણાન્તર્ગત છે. વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણના પાંચ ભેદ છે : માન, ઉન્માન, અવમાન, ગણિતમાન અને પ્રતિમાન. આમાંથી માન બે પ્રકારનું છે : ધાન્યમાનપ્રમાણ અને રસમાનપ્રમાણ. ધાન્યમાન પ્રમાણના પ્રસૃતિ, સેતિકા, કુડવ, પ્રસ્થ, આઢક, દ્રોણી, જઘન્યકુંભ, મધ્યમકુંભ, ઉત્કૃષ્ટકુંભ, વાહ વગેરે ભેદ છે. આ જ રીતે રસમાનપ્રમાણના પણ અનેક ભેદો થાય છે. ઉન્માનના અર્ધકર્ષ, કર્ણ, અર્ધપલ, પલ, અર્ધતુલા, તુલા, અર્ધભાર, ભાર વગેરે ભેદો છે. આના વડે અગર, કુંકુમ, ખાંડ, ગોળ, સાકર વગેરે વસ્તુઓનું પ્રમાણ કાઢવામાં આવે છે. જેનાથી ભૂમિ વગેરેનું માપ કરવામાં આવે છે તેને અવમાન કહે છે. તેના હસ્ત, દંડ, ધનુષ વગેરે અનેક પ્રકારો છે. ગણિતમાનમાં સંખ્યાથી પ્રમાણ કાઢવામાં આવે છે જેમ કે એક, બે, દસ, સો, હજાર, દસ હજાર વગેરે. આ પ્રમાણથી દ્રવ્યના આયવ્યયનો હિસાબ કાઢી શકાય છે. પ્રતિમાનથી સુવર્ણ વગેરેનું પ્રમાણ કાઢવામાં આવે છે. તેના ગુંજા, કાંગની, નિષ્પાવ, કર્મમાષક, મંડલક અને સુવર્ણ (સોનામહોર) વગેરે ભેદો છે : તે નહી – ગુંગા, ઋiાળી, નિષ્ઠાવો, માસો, મંત્રો, સુવા | અહીં સુધી દ્રવ્યપ્રમાણની ચર્ચા છે. ક્ષેત્રપ્રમાણ :
ક્ષેત્રપ્રમાણ પણ બે પ્રકારનું છે : પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. એકપ્રદેશાવગાહી, હિંપ્રદેશાવગાહી વગેરે પુદ્ગલોથી વ્યાપ્ત ક્ષેત્રને પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે. વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણના અંગુલ, વિતસ્તી, હસ્ત, કુક્ષ, દંડ, ક્રોશ, યોજન વગેરે વિવિધ પ્રકારો છે. અંગુલ ત્રણ પ્રકારના હોય છે : આત્માંગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલ. જે કાળમાં જે મનુષ્યો ઉત્પન્ન થાય છે તેમનું પોતાના અંગુલ (આત્માંગુલ)થી ૧૨ અંગુલપ્રમાણ મુખ હોય છે, ૧૦૮ અંગુલપ્રમાણ આખું શરીર હોય છે. આ પુરુષો ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ભેદથી ત્રણ પ્રકારના છે. જે પૂર્ણ લક્ષણોથી યુક્ત છે તથા ૧૦૮ અંગુલપ્રમાણ શરીરવાળા ૧. સુ. ૧-૮ (પ્રમાણાધિકાર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org