________________
અનુયોગદ્વાર
૨૭૧ સર્વસાધર્મોપનીત તેને કહે છે જેમાં બધા પ્રકારની સમાનતા હોય. આ જ પ્રકારની ઉપમા દેશ-કાળ વગેરેની ભિન્નતાને કારણે મળી શકતી નથી. આથી તેની તેના વડે જ ઉપમા આપવી સર્વસાધર્મોપનીત ઉપમાન છે. તેમાં ઉપમેય અને ઉપમાન અભિન્ન હોય છે. ઉદાહરણ તરીકે અહિત જ અહિતની સમાન કાર્ય કરે છે, ચક્રવર્તી જ ચક્રવર્તી સમાન કાર્ય કરે છે વગેરે.
વૈધર્મોપનીત પણ આ જ રીતે ત્રણ પ્રકારના છે : કિંચિધર્મોપનીત, પ્રાય વૈધર્મોપખીત અને સર્વધર્મોપનીત. આગમ :
આગમ બે પ્રકારના છે : લૌકિક અને લોકોત્તરિક. મિથ્યાદષ્ટિઓ માટે બનાવેલા ગ્રંથો લૌકિક આગમ છે, જેમ કે રામાયણ, મહાભારત વગેરે. લોકોત્તરિક આગમ તે છે જે પૂર્ણ જ્ઞાન અને દર્શન ધારણ કરનાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના પદાર્થોના જ્ઞાતા, ત્રણે લોકના પ્રાણીઓ દ્વારા પૂજિત, સર્વજ્ઞ, સર્વદર્શી અહેતુ પ્રભુએ બતાવ્યાં છે, તે દ્વાદશાંગ ગણિપિટક. અથવા આગમ ત્રણ પ્રકારનાં છે : સૂત્રાગમ, અર્થાગમ અને તદુભયાગમ અથવા આત્માગમ, અનન્તરાગમ અને પરમ્પરાગમ. તીર્થંકર પ્રરૂપિત અર્થ તેમને માટે આત્માગમ છે. ગણધરપ્રણીત સૂત્ર ગણધર માટે આત્માગમ તથા અર્થ અનન્તરાગમ છે. ગણધરોના શિષ્યો માટે સૂત્રો અનન્તરાગમ અને અર્થ પરંપરાગમ છે. ત્યાર બાદ સૂત્ર અને અર્થ બંને ય પરમ્પરાગમ બની જાય છે. અહીં સુધી જ્ઞાનગુણપ્રમાણનો અધિકાર છે. .
દર્શનગુણપ્રમાણ ચાર પ્રકારનું છે: ચક્ષુર્દર્શનગુણપ્રમાણ, અચક્ષુર્દર્શનગુણપ્રમાણ, અવધિદર્શનગુણપ્રમાણ અને કેવલદર્શનગુણપ્રમાણ. ચારિત્રગુણપ્રમાણનું વ્યાખ્યાન કરતા સૂત્રકાર કહે છે કે ચારિત્ર પાંચ પ્રકારનું હોય છે : સામાયિક-ચારિત્ર, છેદોપસ્થાપનીય-ચારિત્ર, પરિહારવિશિદ્ધ-ચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર અને યથાપ્યાત-ચારિત્ર. સામાયિક-ચારિત્રના બે ભેદ છે : ઇત્વરિક (અલ્પકાલીન) અને યાવસ્કથિત (જીવનપર્યન્ત). છેદોપસ્થાપનીય-ચારિત્રના પણ બે ભેદ છે : સાતિચાર અને નિરતિચાર (સદોષ અને નિર્દોષ). આ જ રીતે બાકીના ત્રણ પ્રકારના ચારિત્ર પણ ક્રમશઃ બે બે પ્રકારના છે. નિર્વિશ્યમાન અને નિર્વિષ્ટકાયિક, પ્રતિપાતી અને અપ્રતિપાતી, છાહ્મર્થિક અને કેવલિક. પ્રસ્તુત સૂત્રમાં આ ભેદ-પ્રભેદોના સ્વરૂપ પર પ્રકાશ નથી પાડવામાં આવ્યો. અહીં સુધી ગુણપ્રમાણનો અધિકાર છે. ૧. સૂ. ૮૩-૮૬. ૨. સૂ. ૮૭.
૩. સૂ. ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org