________________
અનુયોગદ્વાર
નામ :
આનુપૂર્વીનું વર્ણન કર્યા પછી નામનું વિવેચન કરતાં સૂત્રકાર કહે છે કે નામ દસ પ્રકારનાં હોય છે : એકનામ, દ્વિનામ, ત્રિનામ યાવત્ દશનામ. સંસારના બધા દ્રવ્યોનાં એકાર્થવાચી અનેક નામો હોય છે પરંતુ તે બધાનો એક નામમાં જ સમાવેશ થાય છે. તેનું જ નામ એકનામ છે. દ્વિનામનું બે પ્રકારે પ્રતિપાદન કરવામાં આવે છે : એકારિક નામ અને અનેકાક્ષરિક નામ. જેના ઉચ્ચારણમાં એક જ અક્ષર હોય તે એકાક્ષરિક નામ છે જેમ કે ઘી, સ્ત્રી, શ્રી વગેરે. જેનાં ઉચ્ચારણમાં અનેક અક્ષરો હોય તેને અનેકાક્ષરિક નામ કહેવાય છે જેમ કે કન્યા, વીણા, લતા, માલા વગેરે. અથવા દ્વનામના નિમ્નલિખિત બે ભેદ છે : જીવનામ અને અજીવનામ અથવા અવિશેષિક અને વિશેષિક. આનું પ્રસ્તુત સૂત્રમાં વિવેચન છે. ત્રિનામ ત્રણ પ્રકારનાં છે : દ્રવ્યનામ, ગુણનામ અને પર્યાયનામ. દ્રવ્યનામના છ ભેદ છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશ અને અદ્ધાસમય. ગુણનામના પાંચ ભેદ છે : વર્ણનામ, ગંધનામ, રસનામ, સ્પર્શનામ અને સંસ્થાનનામ. આનાં અનેક ભેદ-પ્રભેદ છે. પર્યાયનામ અનેક પ્રકારના છે : એકગુણકૃષ્ણ, દ્વિગુણકૃષ્ણ, ત્રિગુણકૃષ્ણ યાવત્ દશગુણકૃષ્ણ, સંધ્યેયગુણકૃષ્ણ, અસંખ્યયગુણકૃષ્ણ, અનન્તગુણકૃષ્ણ વગેરે. ચતુર્નામ ચાર પ્રકારનાં છે : આગમતઃ, લોપતઃ, પ્રકૃતિતઃ અને વિકારતઃ. વિભક્ત્યન્ત પદમાં વર્ણનો આગમ થાય છે જેમ કે પદ્મ નું પદ્મનિ વગેરે. તે આગમતઃ પદ બનવાનું ઉદાહરણ થયું. વર્ષોના લોપથી જે પદ બને છે તેને લોપતઃ પદ કહે છે જેમ કે તે અને અત્રનું તેત્ર, પયે અને અત્રનું પોત્ર વગેરે. સંધિ થવાનું જણાતું હોય ત્યારે પણ સંધિનું ન હોવું પ્રકૃતિભાવ કહેવાય છે જેમ કે શાલે તે, માત્તે મે વગેરે. વિકારતઃ પદ બનવાના ઉદાહરણ આ છે : ફંડાઘ્ર (વઙ + અગ્ર), નવીદ (નવી + IT), ધીવું (ધી + રૂર), મધૂ (મધુ + ૩) વગેરે. પંચનામ પાંચ પ્રકારના છે : નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઉપસર્ગિક અને મિશ્ર. આનું સ્વરૂપ વ્યાકરણશાસ્ત્ર અનુસાર સમજવું જોઈએ.નામ છ પ્રકારનાં છે : ઔદિયક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપમિક, પારિણામિક અને સન્નિપાતિક. આ છ પ્રકારના ભાવોનું સૂત્રકારે કર્મસિદ્ધાંત અને ગુણસ્થાનની દૃષ્ટિએ વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. તેની પછી સપ્તનામ (ના રૂપમાં સપ્તસ્વર), અષ્ટનામ (ના રૂપમાં અષ્ટવિભક્તિ), નવનામ (ના રૂપમાં નવરસ) અને દશનામનું સ્વરૂપ બતાવ્યું છે. અહીં સુધી ઉપક્રમના દ્વિતીય ભેદ નામનો અધિકાર છે.
૧
૧. સૂ. ૯૫-૧૪૮ (નામાધિકાર).
Jain Education International
૨૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org