SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગદ્વાર ૨૭૩ સ્વસમયવક્તવ્યતા છે. અન્ય મતોના સિદ્ધાંતોની વ્યાખ્યા કરવી પરસમયવક્તવ્યતા છે. સ્વ-પર બંને મતોની વ્યાખ્યા કરવી તે ઉભયસમયવક્તવ્યતા છે.' અર્થાધિકાર : જે જે અધ્યયનનો અર્થ – વિષય છે તે જ તે અધ્યયનનો અર્થાધિકાર છે. ઉદાહરણરૂપે આવશ્યક સૂત્રના છ અધ્યયનોનો સાવદ્યયોગવિરત્યાદિરૂપ વિષય તેમનો અર્થાધિકાર છે. જે સમવતાર : સમવતારના છ ભેદ છે : નામસમવતાર, સ્થાપનાસમવતાર, દ્રવ્યસમવતાર, ક્ષેત્રસમવતાર, કાલસમવતાર અને ભાવસમવતાર. દ્રવ્યોના સ્વગુણની અપેક્ષાએ આત્મભાવમાં સમવર્તીણ થવું, વ્યવહારનયની અપેક્ષાએ પરરૂપમાં સમવર્તીણ થવું વગેરે દ્રવ્યસમવતારના ઉદાહરણો છે. આ જ રીતે ક્ષેત્ર વગેરેના પણ સ્વરૂપ, પરરૂપ અને ઉભયરૂપમાં સમવતાર હોય છે. ભાવસમવતારના બે ભેદ છે : આત્મભાવસમવતાર અને તદુભયભાવસમવતાર, ભાવનું પોતાના જ સ્વરૂપમાં સમવતીર્ણ થવું આત્મભાવસમવતાર કહેવાય છે. જેમ કે ક્રોધનું ક્રોધરૂપમાં સમવતીર્ણ થવું. ભાવનો સ્વરૂપ તથા પરરૂપ બંનેમાં સમવતાર થવો તે તદુભયભાવસમવતાર કહેવાય છે. ઉદાહરણાર્થ ક્રોધનો ક્રોધરૂપમાં સમાવતાર થવાની સાથે જ માનરૂપમાં પણ સમવતાર થાય છે.? ભાવસમવતારની સાથે સમવતારદ્વાર સમાપ્ત થાય છે અને સાથે સાથે જ ઉપક્રમ નામક પ્રથમ અનુયોગદ્વાર પણ પૂર્ણ થાય છે. નિક્ષેપઢાર : | નિક્ષેપ નામક દ્વિતીય અનુયોગદ્વારનું વ્યાખ્યાન કરતાં સૂત્રકાર કહે છે કે નિક્ષેપ ત્રણ પ્રકારની હોય છે : ઓઘનિષ્પન્ન નિક્ષેપ, નામનિષ્પન્ન નિક્ષેપ અને સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ. આના ભેદ-પ્રભેદ આ પ્રમાણે છે : ઓઘનિષ્પન્ન નિક્ષેપ ચાર પ્રકારનો છે : અધ્યયન, અફીણ, આય અને ક્ષપણા. અધ્યયનના ચાર ભેદ છે : નામાધ્યયન, સ્થાપનાધ્યયન, દ્રવ્યાધ્યયન અને ભાવાધ્યયન. અક્ષણના પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવભેદથી ચાર પ્રકાર છે. આમાંથી ભાવાક્ષીણતાના બે ભેદ છે : આગમતઃ ભાવાક્ષીણતા અને નોઆગમત ૧. સૂ. ૧-૩ (વક્તવ્યતાધિકાર અને તેની પછી). ૨. સૂ. ૪. ૩. સૂ. ૫-૯. ૪. સૂ. ૧-૧૭ (નિક્ષેપાધિકાર). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy