________________
૨ ૨ ૨
અંગબાહ્ય આગમો હસ્તકર્મ કરવું, અંગાદાન (લિંગ અથવા યોનિ)ને કાષ્ઠાદિની નળીમાં પ્રવિષ્ટ કરવું અથવા કાષ્ઠાદિની નળીને અંગાદાનમાં પ્રવિષ્ટ કરવી, આંગળી વગેરેને અંગાદાનમાં પ્રવિષ્ટ કરવી અથવા અંગાદાનને આંગળીઓથી પકડવું-હલાવવું, અંગાદાનનું મર્દન કરવું, તેલ વગેરેથી અંગાદાનનો અભંગ કરવો, પાચૂર્ણ વગેરેથી અંગાદાનનું ઉબટન કરવું, અંગાદાનને પાણીથી ધોવું, અંગાદાનની ઉપરની ત્વચા દૂર કરી અંદરનો ભાગ ખુલ્લો કરવો, અગાદાનને સુંઘવું, અંગાદાનને કોઈ અચિત્ત છિદ્રમાં પ્રવિષ્ટ કરી શુક્ર-પુગલો કાઢવા, સચિત્ત પુષ્પાદિ સુંઘવાં, સચિત્ત પદાર્થ પર રાખેલ સુગંધિત દ્રવ્ય સૂંઘવું, માર્ગમાં કીચડ વગેરેથી પગને બચાવવા માટે બીજા પાસે પત્થર વગેરે રખાવવા, ઊંચા સ્થાન પર ચઢવા માટે બીજા પાસે સીડી વગેરે મુકાવવી, ભરેલું પાણી કાઢવા માટે નાળ વગેરે બનાવડાવવી, બીજા પાસે પડદા વગેરે બનાવરાવવા, સોય વગેરેની ધાર કઢાવવી, કાતર (પિપ્પલક)ની ધાર કઢાવવી, નખછેદક સરખું કરાવવું, કર્ણશોધક સાફ કરાવવું, કારણ વિના સોયની યાચના કરવી, કારણ વગર કાતર માગવી, કારણ વિના નખોદક અને કર્ણશોધકની યાચના કરવી, અવિધિપૂર્વક સોય વગેરે માંગવું, પોતાના માટે માગીને લાવેલી સોય વગેરે બીજાને આપવી, વસ્ત્ર સીવવા માટે લાવેલી સોયથી પગ વગેરેનો કાંટો કાઢવો, સોય વગેરે અવિધિપૂર્વક પાછી આપવી, અલાબુ અર્થાત્ તુંબડાનું પાત્ર, દારુ અર્થાત્ લાકડાનું પાત્ર અને મૃત્તિ અર્થાત્ માટીનું પાત્ર બીજા પાસે સાફ કરાવવું-સુધરાવવું, દંડ, લાઠી વગેરે બીજા પાસે ઠીક કરાવવાં, પાત્ર પર શોભા માટે કારી વગેરે કરાવવી, પાત્ર અવિધિસર બાંધવા, પાત્રને એક જ બંધ (ગાંઠ)થી બાંધવું, પાત્રને ત્રણથી વધારે બંધનથી બાંધવું, પાત્રને વધારાના બંધથી બાંધીને દોઢ મહિનાથી વધુ રાખવું, વસ્ત્ર પર (શોભા માટે) એક કારી લગાવવી, વસ્ત્ર પર ત્રણથી વધારે કારીઓ લગાવવી, અવિધિપૂર્વક વસ્ત્ર સીવવું, વસ્ત્રના એક પાલવને (શોભા માટે) એક ગાંઠ વાળવી, વસ્ત્રના ત્રણ પાલવ (ફલિત)ને ત્રણથી વધારે ગાંઠ વાળવી (જીર્ણ વસ્ત્રને વધારે સમય ચલાવવા માટે), વસ્ત્રને નિષ્કારણ મમત્વ ભાવથી ગાંઠ મારી બાંધી રાખવું, વસ્ત્રને અવિધિપૂર્વક ગાંઠ મારવી, અન્ય જાતિના (શ્વેત રંગ સિવાયના) વસ્ત્રો ગ્રહણ કરવા, વધારાના વસ્ત્રો દોઢ મહિનાથી વધારે રાખવા, પોતાના રહેવાના મકાનનો ધુમાડો બીજા પાસે સાફ કરાવવો, નિર્દોષ આહારમાં સદોષ આહારની થોડી એવી માત્રા ભળી ગઈ હોય તેવા આહાર (પૂતિકર્મીનો ઉપભોગ કરવો. દ્વિતીય ઉદેશ :
બીજા ઉદેશમાં લઘુ-માસ અથવા માસ-લઘુ (એકાશન) પ્રાયશ્ચિત્તને યોગ્ય નિમ્ન ક્રિયાઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે : –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org