________________
નન્દી
૨ ૪૯ કેવલજ્ઞાન :
કેવલજ્ઞાન શું છે? કેવલજ્ઞાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે : ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધકેવલજ્ઞાન. ભવસ્થ કેવલજ્ઞાન અર્થાત સંસારમાં રહેલાં અહિતોનું કેવલજ્ઞાન બે પ્રકારનું છે : સયોગિભવકેવલજ્ઞાન અને અયોગિભવકેવલજ્ઞાન.૧ સયોગિભવસ્થકેવલજ્ઞાન ફરી બે પ્રકારનું છે : પ્રથમ સમય-સયોગિભવકેવલજ્ઞાન અને અપ્રથમસમય-સયોગિભવસ્થકેવલજ્ઞાન અથવા ચરમસમય-સયોગિભવસ્થકેવલજ્ઞાન તથા અચરમસમય-સયોગિભવસ્થકેવલજ્ઞાન. એ જ રીતે અયોગિભવસ્થકેવલજ્ઞાન પણ બે પ્રકારનું છે. સિદ્ધકેવલજ્ઞાનના બે ભેદ છે : અનંતરસિદ્ધકેવલજ્ઞાન અને પરસ્પરસિદ્ધકેવલજ્ઞાન. અનંતરસિદ્ધકેવલજ્ઞાન પંદર પ્રકારનું કહેવામાં આવ્યું છે : ૧. તીર્થસિદ્ધ, ૨. અતીર્થસિદ્ધ, ૩. તીર્થંકરસિદ્ધ, ૪. અતીર્થકરસિદ્ધ, ૫. સ્વયંબુદ્ધસિદ્ધ, ૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ, ૭, બુદ્ધબોધિતસિદ્ધ, ૮. સ્ત્રીલિંગસિદ્ધ, ૯. પુરૂષલિંગસિદ્ધ, ૧૦. નપુંસકલિંગસિદ્ધ, ૧૧. સ્વલિંગસિદ્ધ, ૧૨. અન્યલિંગસિદ્ધ, ૧૩. ગૃહલિંગસિદ્ધ, ૧૪. એકસિદ્ધ, ૧૫. અનેકસિદ્ધ. પરસ્પરસિદ્ધકેવલજ્ઞાન અનેક પ્રકારનું છે, જેમ કે અપ્રથમસમયસિદ્ધ, દ્વિસંમસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુઃસમયસિદ્ધ થાવત દસમયસિદ્ધ, સંખેયસમયસિદ્ધ, અસંખ્યયસમયસિદ્ધ, અનંતસમયસિદ્ધ વગેરે. સામાન્યપણે કેવલજ્ઞાનને ચાર દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે : ૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાલ અને ૪. ભાવ. દ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાની સંપૂર્ણ દ્રવ્યોને જાણે અને જુએ છે. ક્ષેત્રની અપેક્ષાએ કેવલજ્ઞાની લોકાલોક રૂપ સમસ્ત ક્ષેત્રને જાણે અને જુએ છે. કાળની અપેક્ષાએ કેવલજ્ઞાની સંપૂર્ણ કાળ – ત્રણે કાળોને જાણે અને જુએ છે. ભાવની અપેક્ષાએ કેવલજ્ઞાની દ્રવ્યોના સમસ્ત પર્યાયોને જાણે અને જુએ છે. સંક્ષેપમાં કેવલજ્ઞાન સમસ્ત પદાર્થોના પરિણામો અને ભાવોને જાણનાર છે, અનંત છે, શાશ્વત છે, અપ્રતિપાતી છે, એક જ પ્રકારનું છે :
अह सव्वदव्वपरिणामभावविण्णत्तिकारणमणंतं । सासयमप्पडिवाई, एकविहं केवलं नाणं ॥
- સૂ. ૨૨, ગા. ૬૬. આભિનિબોધિક જ્ઞાન :
નોઈન્દ્રિયપ્રત્યક્ષના અંતિમ પ્રકાર કેવલજ્ઞાનનું વર્ણન કર્યા પછી સૂત્રકાર પ્રત્યક્ષ જ્ઞાનની ચર્ચા સમાપ્ત કરી પરોક્ષ જ્ઞાનની ચર્ચા શરૂ કરે છે. પરોક્ષ જ્ઞાન બે પ્રકારનું ૧. કાય, વાફ અને મનના વ્યાપારને યોગ કહે છે. સયોગીનો અર્થ યોગસહિત અને અયોગીનો
અર્થ યોગરહિત છે. ૨. સૂ. ૧૯-૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org