________________
૨૫૯
નન્દી ચૂલિકાઓ શું છે? આગળના ચાર પૂર્વોની ચૂલિકાઓ છે, બાકીના પૂર્વો ચૂલિકા વિનાના છે. ઉપર્યુક્ત વિષયના વિશેષ સ્પષ્ટીકરણ માટેનંદિસૂત્રનું વ્યાખ્યાત્મક સાહિત્ય – ચૂર્ણિ, હરિભદ્રીય વૃત્તિ, મલયગિરિ કૃત ટીકા વગેરે જોવું જોઈએ.
શ્રુતજ્ઞાન અને તેની સાથે જ પ્રસ્તુત સૂત્રનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે નિમ્નોક્ત આઠ ગુણોયુક્ત મુનિને જ શ્રુતજ્ઞાનનો લાભ થાય છેઃ ૧. શુશ્રુષા (શ્રવણેચ્છા), ૨. પ્રતિપૃચ્છા, ૩. શ્રવણ, ૪. ગ્રહણ, ૫. ઈહા, ૬. અપોહ, ૭, ધારણા, ૮. આચરણઃ
सुस्सूसइ पडिपुच्छइ, सुणेइ गिण्हइ य ईहए यावि । तत्तो अपोहए वा, धारेइ करेइ वा सम्म ।
- ગા. ૯૫ અનુયોગ અર્થાત વ્યાખ્યાની વિધિ બતાવતાં આચાર્ય કહે છે કે સર્વપ્રથમ સૂત્રનો અર્થ બતાવવો જોઈએ, ત્યારબાદ તેની નિયુક્તિ કરવી જોઈએ અને અંતે નિરવશેષ સંપૂર્ણ વાતો સ્પષ્ટ કરી આપવી જોઈએ :
सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ।।
- ગા. ૯૭
૧. ચૂલિકામાં કેટલાક ન કહેવાયેલા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવે છે. ૩રુશેષાનુવાવની
નૂતા | ૨. સૂ. ૪૪-૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org