________________
નન્દી
૨૫૭
ચતુર્દશ-પૂર્વધર માટે સમ્યક્શ્રુત છે, અભિન્ન દશપૂર્વી અર્થાત્ સંપૂર્ણ દશ પૂર્વોના જ્ઞાતા માટે પણ સમ્યશ્રુત છે, પરંતુ બીજાઓ માટે વિકલ્પે સમ્યશ્રુત છે અર્થાત્ તેમના માટે આ સભ્યશ્રુત પણ હોઈ શકે અને મિથ્યાશ્રુત પણ. મિથ્યાશ્રુત શું છે ? અજ્ઞાની મિથ્યાદષ્ટિઓ દ્વારા સ્વચ્છંદ બુદ્ધિએ કપોળકલ્પિત ગ્રંથો મિથ્યાશ્રુત અંતર્ગત આવે છે. તેમાંના કેટલાક ગ્રંથો આ પ્રમાણે છે ઃ ભારત (મહાભારત), રામાયણ, ભીમાસુરોક્ત, કૌટિલ્યક, શકટભદ્રિકા, ખોડમુખ (ઘોટકમુખ), કાર્પાસિક, નાગસૂક્ષ્મ, કનકસાતિ, વૈશેષિક, બુદ્ધવચન, ઐરાશિક, કાપિલિક, લોકાયતિક, ષષ્ઠિતંત્ર, માઠર, પુરાણ, વ્યાકરણ, ભાગવત, પાતંજલિ, પુષ્પદૈવત, લેખ, ગણિત, શકુનરુત, નાટક અથવા બોતેર કળાઓ અને સાંગોપાંગ ચાર વેદ. આ બધા ગ્રંથો મિથ્યાદષ્ટિ માટે મિથ્યાત્વ રૂપે પરિગૃહીત હોવાને કારણે મિથ્યાશ્રુતરૂપ છેતથાસમ્યક્દષ્ટિને માટેસમ્યક્ રૂપે પરિગૃહીત હોવાને કારણે સમ્યક્શ્રુતરૂપ છે. અથવા મિથ્યાદૅષ્ટિ માટે પણ આ સભ્યશ્રુત છે કેમ કે તેમના સમ્યક્ત્વની ઉત્પત્તિમાં તે હેતુરૂપ છે.૧
પૂર્વોક્ત દ્વાદશાંગી ગણિપિટક વ્યચ્છિત્તિનય અર્થાત્ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સાદિઅનેસપર્યવસિત-સાંત છેતથાઅવ્યુચ્છિત્તિનય અર્થાત્વ્યાર્થિકનયની અપેક્ષાએ અનાદિ અને અપર્યવસિત – અનંત છે.
-
જે સૂત્રના આદિ, મધ્ય અને અંતમાં કંઈક વિશેષતા સાથે વારંવાર એક જ પાઠનું ઉચ્ચારણહોયતેને ગમિક કહેછે. દૃષ્ટિવાદ ગમિકશ્રુતછે. ગમિકથી વિપરીતકાલિકશ્રુત (આચારાંગ વગેરે) અગમિક છે.
અંગબાહ્ય અર્થાત્ અનંગપ્રવિષ્ટશ્રુતનો પરિચય આપતાં સૂત્રકાર કહેછેકે અંગબાહ્ય બેપ્રકારનુંછેઃ આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત. આવશ્યકછપ્રકારનુંછેઃ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આવશ્યકવ્યતિરિક્ત બે પ્રકારનું છે ઃ કાલિક અને ઉત્કાલિક.૪ ઉત્કાલિકશ્રુત અનેક પ્રકારનું કહેવામાં આવ્યું છે, જેમ કે દશવૈકાલિક, કલ્પિકાકલ્પિક, ચુલ્લકલ્પશ્રુત, મહાકલ્પશ્રુત, ઔપપાતિક, રાજપ્રશ્રીય (રાયપસેણિય), જીવાભિગમ, પ્રજ્ઞાપના, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, નંદી, અનુયોગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તંદુલવૈચારિક, ચન્દ્રવેધ્યક, સૂર્યપ્રજ્ઞપ્તિ, પૌરુષીમંડલ, મંડલપ્રવેશ, વિદ્યાચરણવિનિશ્ચય, ગણિવિદ્યા, ધ્યાનવિભક્તિ, મરણવિભક્તિ, આત્મવિશોધિ, વીતરાગશ્રુત, સલ્લેખનાશ્રુત, વિહારકલ્પ, ચરણવિધિ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન વગેરે. કાલિકશ્રુત પણ અનેક પ્રકારનું છે : ઉત્તરાધ્યયન,
૧. સૂ. ૪૦-૪૧. ૨. સૂ. ૪૨.
૩. સૂ. ૪૩.
૪. જે સૂત્ર દિવસ અને રાત્રિના પ્રથમ તથા અંતિમ પ્રહરરૂપ કાળમાં ભણાવવામાં આવે છે તે કાલિક છે, બાકીના ઉત્કાલિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org