________________
+
નન્દી
સુધી રહે છે, ધારણા સંખ્યેય અથવા અસંખ્યેય કાળ સુધી રહે છે.૧
અવગ્રહના એક ભેદ વ્યંજનાવગ્રહનું સ્વરૂપ સમજાવવા માટે સૂત્રકારે નીચેનું દૃષ્ટાંત આપ્યું છે :
જેવી રીતે કોઈ પુરુષ સૂતેલા વ્યક્તિને ઓ ફલાણા ભાઈ ! ઓ ફલાણા ભાઈ! એમ કહીને જગાડેછે, તેના કાનમાં પ્રવિષ્ટ એક સમયના શબ્દપુદ્ગલો સંભળાતા નથી, બે સમયના શબ્દપુદ્ગલો સંભળાતા નથી યાવત્ દસ સમય સુધીના શબ્દપુદ્ગલો સંભળાતા નથી. એ જ રીતે સંધ્યેય સમયના પ્રવિષ્ટ પુદ્ગલોને પણ તે ગ્રહણ કરતો નથી. અસંખ્યેય સમયના પ્રવિષ્ટ પુદ્ગલોજ તેના ગ્રહણ કરવામાં આવેછે. આજવ્યંજનાવગ્રહ છે. આને આચાર્યે મલ્લક – શરાવ શકોરાના દૃષ્ટાંત વડે પણ સ્પષ્ટ કરેલ છે. અર્થાવગ્રહ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે : જેવી રીતે કોઈ પુરુષ જાગ્રત અવસ્થામાં અવ્યક્ત શબ્દ સાંભળે છે અને તેને “કંઈક શબ્દ છે’’ એમ સમજી ગ્રહણ કરે છે પરંતુ એ નથી જાણતો કે આ શબ્દ કોનો છે. ત્યારપછી તે ઈહામાં પ્રવેશ કરે છે અને ત્યારે જાણે છે કે આ શબ્દ અમુકનો હોવો જોઈએ. ત્યારબાદ તે અવાયમાં પ્રવેશ કરે છે અને નિશ્ચય કરે છે કે આ શબ્દ અમુકનો જ છે. ત્યારપછી તે ધારણામાં પ્રવેશ કરે છે અને તે શબ્દના જ્ઞાનને સંધ્યેય અથવા અસંખ્યેય કાળ સુધી હૃદયમાં ધારણ કરી રાખેછે. એ જ રીતે અન્ય ઈન્દ્રિયોના વિષયમાં પણ સમજવું જોઈએ. નોઈન્દ્રિય અર્થાત્ મન વડે અર્થાવગ્રહ વગેરે આ પ્રમાણે થાય છે જેવી રીતે કોઈ પુરુષ અવ્યક્ત સ્વપ્ર જુએ છે અને પ્રારંભમાં “કંઈક સ્વપ્ર છે” તેમ સમજે છે. આ મનોજન્ય અર્થાવગ્રહ છે. ત્યારબાદ ક્રમશઃ મનોજન્ય ઈહા, અવાય અને ધારણાની ઉત્પત્તિ થાય છે.
૧. સૂ. ૩૪
૨. આ કાળનું એક પ્રમાણવિશેષ છે.
૩. સૂ. ૩૫
૪. સૂ. ૩૬
1
સંક્ષેપમાં ઉપર્યુક્ત ભેદોવાળા મતિજ્ઞાન-આભિનિબોધિક જ્ઞાનનો ચાર દૃષ્ટિએ વિચાર થઈશકેછેઃદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. દ્રવ્યની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યપણે બધા પદાર્થોને જાણે છે પરંતુ જોતો નથી. ક્ષેત્રની દૃષ્ટિએ મતિજ્ઞાની સામાન્યપણે સંપૂર્ણ ક્ષેત્રને જાણે છે પણ જોતો નથી. કાળની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યપણે સંપૂર્ણ કાળને જાણે છે પરંતુ જોતો નથી. ભાવની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યપણે સમસ્ત ભાવો – પર્યાયોને જાણે છે પરંતુ જોતો નથી. મતિજ્ઞાનનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે ઃ શબ્દ સ્પષ્ટ (સ્પર્શ થતાં) જ સંભળાય છે, રૂપ અસ્પૃષ્ટ જ જોવાય છે, રસ, ગંધ અને સ્પર્શ સ્પષ્ટ અને બદ્ધ (આત્મપ્રદેશો વડે ગૃહીત થતાં) જ જાણી જવાય છે. ઈહા, અપોહ,
Jain Education International
૨૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org