________________
નન્દી
૨૫૩ શું કામ છે? તમે બધા મંડપ બનાવવા માટે શિલાની ચારે તરફની નીચેની જમીન ખોદી નાખો અને પછી યોગ્ય જગ્યાએ આધારરૂપે થાંભલા લગાવી મધ્યવર્તી ભૂમિને પણ ખોદી નાખો તથા ચારે બાજુ એક સુંદર દિવાલ ઊભી કરી દો. રાજાના આદેશનું અક્ષરશઃ પાલન થઈ જશે.” મંડપ બનાવવાના આ ઉપાયથી ગામ લોકો અત્યંત ખુશ થયા. થોડા જ દિવસોમાં મંડપ તૈયાર થઈ ગયો. ગામ લોકોએ રાજાને જઈ નિવેદન કર્યું કે શ્રીમાનનો આદેશ પૂર્ણ થઈ ગયો છે. રાજાએ પૂછયું “આ કામ કેવી રીતે થયું ?” ગામ લોકોએ બધી કથા કહી સંભળાવી. રાજા સમજી ગયો કે આ બધું ભરતના પુત્ર રોહકનું બુદ્ધિકૌશલ્ય છે.
આ રોહકની ઔત્પત્તિકી બુદ્ધિનું એક ઉદાહરણ છે. આ પ્રકારના બીજાં પણ અનેક ઉદાહરણો પ્રસ્તુત સૂત્રમાં સંકેત રૂપે આપવામાં આવ્યા છે. વનયિકી બુદ્ધિ : | મુશ્કેલ કાર્યભારના નિર્વાહમાં સમર્થ, ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિ-વર્ગનું વર્ણન કરનાર સૂત્ર અને અર્થનો સાર ગ્રહણ કરનારી તથા ઈહલોક અને પરલોક બંનેમાં ફળ આપનારી બુદ્ધિ વિનયસમુત્યુ એટલે વિનયથી ઉત્પન્ન થનારી વનયિકી બુદ્ધિ
भरनित्थरणसमत्था, तिवग्गसुत्तत्थगहियपेयाला । उभओ लोगफलवई, विणयसमुत्था हवइ बुद्धी ॥
- ગા. ૭૩. આ બુદ્ધિનું સ્વરૂપ સમજાવવા માટે પંદર ઉદાહરણો આપવામાં આવ્યાં છે.' આ ઉદાહરણો પણ અત્યંત રોચક છે. કર્મજા બુદ્ધિ :
એકાગ્ર ચિત્તે (ઉપયોગપૂર્વક) કાર્યના પરિણામને જોનારી, અનેક કાર્યોના અભ્યાસ અને ચિંતનથી વિશાળ બનેલી તથા વિદ્વજનો દ્વારા પ્રશસિત બુદ્ધિનું નામ કર્મના બુદ્ધિ છે :
उवओगदिट्ठसारा, कम्मपसंगपरिघोलणविसाला । साहुकारफलवई, कम्मसमुत्था हवइ बुद्धी ।।
- ગા. ૭૬. કર્મના બુદ્ધિનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે સુવર્ણકાર, કૃષક, કૌલિક, ડોવ એટલે દર્વીકાર (લોહકાર), મણિકાર, ધૃતવિક્રેતા, પ્લવક – કૂદનાર, સુન્નાગ – સીવનાર, વર્ધક – સુથાર, આપૂપિક – કંદોઈ, કુંભકાર, ચિત્રકાર વગેરે કર્મકારોના ઉદાહરણોનો નિર્દેશ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org