________________
૨૫૨
અંગબાહ્ય આગમો
ન
સાથીઓએ માર્ગ ભૂલી જવાથી એકલો જ ત્યાં પહોંચી ગયો. તેને પોતે આલેખેલી નગરીની વચ્ચેથી આવતો જોઈ રોહક બોલ્યો ‘રાજપુત્ર ! તે રસ્તે ન આવો.” રાજા બોલ્યો “કેમ ? શું છે ?’ રોહકે જવાબ આપ્યો “જોતાં નથી, આ રાજભવન છે. અહીં દરેક માણસ પ્રવેશ ન કરી શકે.” આ સાંભળી કુતૂહલવશ રાજાએ તેણે બનાવેલી આખી નગરી જોઈ અને પૂછ્યું “પહેલાં પણ તેં ક્યારેય આ નગરી જોઈ છે ?’’ રોહકે જવાબ દીધો “ક્યારેય નહિ, આજે જ ગામડેથી અહીં આવ્યો છું.” બાળકની અદ્ભુત ધારણાશક્તિ અને ચતુરાઈ જોઈ રાજા ચકિત થઈ ગયો અને મનોમન તેની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યો. ત્યાર પછી રાજાએ રોહકને પૂછ્યું “વત્સ ! તારું નામ શું છે ? તું ક્યાં રહે છે ?” રોહક બોલ્યો “રાજન! મારું નામ રોહક છે. હું બાજુના નટોના ગામમાં રહું છું.” આ રીતે બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યાં રોકનો પિતા આવી પહોંચ્યો અને પિતા-પુત્ર પોતાને ગામ જવા નીકળ્યા. રાજા પણ પોતાના ભવનમાં ચાલ્યો ગયો.
રોહકનો પ્રસંગ યાદ કરી એક દિવસ રાજા પોતાના મનમાં વિચારવા લાગ્યો કે મારે પાચસોમાં એક મંત્રી ઓછો છે. જો આ મંત્રીમંડળમાં અત્યંત બુદ્ધિમાન એક મુખ્યમંત્રી મળી જાય તો મારું રાજ્ય સુખપૂર્વક ચાલે. આમ વિચારીને રાજાએ રોહકની બુદ્ધિપરીક્ષા લેવાનું શરૂ કર્યું. એક દિવસ રાજાએ તેના ગામના લોકોને આદેશ આપ્યો કે તમે બધા મળી એક એવો મંડપ બનાવો કે જે રાજાને યોગ્ય હોય અને તમારા ગામની બહાર રહેલી મોટી શિલા ઉખાડ્યા વિના જ તેના છાપરારૂપે કામમાં લેવી. રાજાના આ આદેશથી ગામ લોકો વ્યાકુળ બની ગયા. ગામની બહાર ભેગા થઈ તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ ? રાજાના આ દુષ્ટ આદેશનું પાલન ન કરીએ તો અત્યંત ખરાબ દંડ ભરવો પડશે. આ આદેશ કઈ રીતે કાર્યરૂપે અમલમાં મૂકવો ? આ વિકટ સમસ્યા કેવી રીતે ઉકેલવી ? એ રીતે ચિંતાથી વ્યાકુળ તે બધા લોકોને વિચાર કરતાં કરતાં બપોર થઈ ગઈ. આ બાજુ રોહક પોતાના પિતા ભરત વિના ભોજન માટે વ્યાકુળ થઈ રહ્યો હતો. ઘણી વાર સુધી રાહ જોયા પછી તે પોતાના પિતાની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે “પિતાજી ! મને બહુ ભૂખ લાગી છે. આથી ભોજન માટે જલદી ઘરે ચાલો.'' ભરતે કહ્યું “વત્સ ! ગામના લોકો આજે બહુ દુ:ખી છે. તું એમની પીડા જાણતો નથી.” રોહક પૂછવા લાગ્યો “પિતાજી ! ગામવાળાની એવી કઈ પીડા છે કે તેઓ આટલા દુઃખી છે ?’' ભરતે રાજાની આજ્ઞાના પાલનની અશક્યતા પર પ્રકાશ પાડ્યો. ભરતની વાત સાંભળી રોહકને ખૂબ હસવું આવ્યું. હસતાં હસતાં જ તેણે કહ્યું “આટલા માટે તમે બધા દુ:ખી છો ? આમાં ચિંતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org