________________
૨૫૦
અંગબાહ્ય આગમો
છે ઃ આભિનિબોધિક અને શ્રુત. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય છે ત્યાં શ્રુતજ્ઞાન હોય છે અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં આભિનિબોધિક જ્ઞાન હોય છે. તે બંને પરસ્પર અનુગત છે. આ બંનેમાં વિશેષતા એ છે કે સમ્મુખ આવેલા પદાર્થોનો જે નિયતબોધ કરાવે છે તે આભિનિબોધિક જ્ઞાન છે. તેને જ મતિજ્ઞાન પણ કહે છે. શ્રુતનો અર્થ છે સાંભળવું. શ્રુતજ્ઞાન અર્થાત્ શબ્દજન્ય જ્ઞાન મતિપૂર્વક થાય છે પરંતુ મતિજ્ઞાન શ્રુતપૂર્વક થતું નથી.
અવિશેષિત મતિ મતિ-જ્ઞાન અને મતિ-અજ્ઞાન ઉભયરૂપે છે. વિશેષિત મતિ અર્થાત્ સમ્યગ્દષ્ટિની મતિ મતિ-જ્ઞાન છે તથા મિથ્યાદષ્ટિની મતિ મતિ-અજ્ઞાન છે. એ જ રીતે અવિશેષિત શ્રુત શ્રુત-જ્ઞાન અને શ્રુત-અજ્ઞાન ઉભયરૂપ છે જ્યારે વિશેષિત અર્થાત્ સમ્યગ્દષ્ટિનું શ્રુત શ્રુત-જ્ઞાન છે અને મિથ્યાદષ્ટિનું શ્રુત શ્રુત-અજ્ઞાન છે.
આભિનિબોધિકજ્ઞાન-મતિજ્ઞાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે : શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્ચિત. અશ્રુતનિશ્રિત મતિ બુદ્ધિ ચાર પ્રકારની હોય છે ઃ ૧. ઔત્પત્તિકી, ૨. વૈયિકી, ૩. કર્મજા, ૪. પારિણામિકી : उप्पत्तिया वेणइआ, कम्मया परिणामिया बुद्धी चउव्विहा वुत्ता, पंचमा नोवलब्भई
સૂ. ૨૬, ગા. ૬૮
૧. સૂ. ૨૪.
૪. ગા. ૬૯
-
ઔત્પત્તિકી બુદ્ધિ :
પહેલાં જોયા વિના, સાંભળ્યા વિના અને જાણ્યા વિના પદાર્થોને તત્કાળ વિશુદ્ધ રૂપે ગ્રહણ કરનાર અબાધિત લયુક્ત બુદ્ધિને ઔત્પત્તિકી બુદ્ધિ કહે છે. આ બુદ્ધિ કોઈ પણ પ્રકારના પૂર્વ અભ્યાસ અને અનુભવ વિના જ ઉત્પન્ન થાય છે.” સૂત્રકારે આનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરવા માટે અનેક રોચક દૃષ્ટાંતો આપ્યાં છે. આ દૃષ્ટાંતો ચૂર્ણિકાર અને હરિભદ્ર, મલયગિરિ વગેરે ટીકાકારોએ વિસ્તારપૂર્વક આલેખ્યાં છે. અહીં નમૂનારૂપ એક એક દૃષ્ટાંત ઉષ્કૃત કરવામાં આવે છેષ :
ઉજ્જયિની પાસે નટોનું એક ગામ હતું. તેમાં ભરત નામે એક નટ રહેતો હતો. તેની સ્ત્રી કોઈ રોગના કારણે મરી ગઈ પરંતુ પોતાની પાછળ રોક નામે એક નાનો બાળક મૂકતી ગઈ. ભરતે પોતાની અને બાળક રોહકની સેવા માટે બીજાં લગ્ન કર્યાં. રોહકની નવી મા રોહક સાથે બરાબર વ્યવહાર કરતી નહિ
Jain Education International
૨. અજ્ઞાન અર્થાત્ મિથ્યાજ્ઞાન.
૫. મુનિ હસ્તિમલકૃત હિન્દી ટીકા, પૃ. ૫૪-૫૬.
For Private & Personal Use Only
I
11
૩. સૂ. ૨૫.
www.jainelibrary.org